મુંબઈ / દહાણુનાં ગુજરાતી નગરસેવક પર લૂંટના ઇરાદે ફાયરિંગ

Divyabhaskar.com

Jan 10, 2019, 10:04 AM IST
firing on gujarati man in mumbai dahanu
X
firing on gujarati man in mumbai dahanu

  • પોલીસ આરોપીઓનો સ્કેચ તૈયાર કરી રહી છે
  • લૂંટારૂઓએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું

મુંબઈ: ગુજરાતી નગરસેવક અને દહાણુ રોડ જનતા સહકારી બેન્કના ડિરેક્ટર ભાવેશ દેસાઈ 3 લાખની રોકડ લઈને ઘરે જઈ રહ્યાં હતાં. ત્યારે ઘરની પાસે પહોંચતા જ બાઇક પર આવેલા લૂંટારૂઓએ સ્પ્રે માર્યો અને ત્યાર બાદ બેગ ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભાવેશ ભાઈએ બૅગ છોડી નહીં તો પાછળથી આવેલા બીજા લૂંટારાએ બે રાઉન્ડ ફાયરિંગ કરી નાસી ગયા હતા. હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીઓનો સ્કેચ તૈયાર કરી તપાસ કરી રહી છે.

ગોળી ભાવેશભાઈની નજીકથી પસાર થઈ જતા જીવ બચી ગયો

1.દહાણુમાં બુદ્વદેવ નગરમાં સરોવર હોટેલ પાછળ અને ઘરથી થોડે દૂર ભાવેશ દેસાઈ રાતે નવ વાગ્યાની આસપાસ પોતાના ઘરે જઈ રહ્યાં હતાં. એ વખતે બાઇક પર આવેલા બે લૂંટારાઓએ ભાવેશ દેસાઈની આંખમાં કોઈ કેમિકલનો સ્પ્રે કર્યો હતો અને તેમની પાસે રહેલી બૅગ છીનવી લેવાના પ્રયત્નો કર્યા હતા. જોકે તેમણે બૅગ પકડી રાખી હતી અને બચવાની કોશિશ કરતાં બીજા એક ચોરે તેમના પર ગોળી ચલાવી હતી. પરંતુ એ ગોળી ભાવેશ દેસાઈની
નજીકથી પાસ થઈ જતાં તેઓ બચી ગયા અને લૂંટારાઓ નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં દહાણુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભાવેશ દેસાઈને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હાલ આ કેસના આરોપીઓને પકડવા માટે પોલીસની એક ટીમ બનાવવામાં આવી છે. જે સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી