કચ્છમાં અર્જૂન કપૂર / ફિલ્મ સ્ટાર અર્જૂન કપુરે કચ્છના સફેદ રણની મુલાકાત લીધી

અર્જૂન કપૂરનું ધોરડોમાં ભવ્ય સ્વાગત
અર્જૂન કપૂરનું ધોરડોમાં ભવ્ય સ્વાગત

divyabhaskar.com

Dec 21, 2018, 04:22 PM IST

* ટેન્ટસિટીમાં અર્જૂન કપૂરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

ભુજ: પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક ફલક પર વિસ્તરેલું કચ્છનું સફેદ રણ ફિલ્મ સ્ટાર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પણ અહિં અનેક ફિલ્મોનું ફિલ્માંકન થયું છે. ત્યારે અર્જૂન કપૂર કચ્છના મહેમાન બનીને કચ્છ રણોત્સવ અંતર્ગત સફેદ રણની મુલાકાત લીધી હતી.

* સફેદ રણ ફિલ્મ સ્ટાર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું

પ્રવાસન ક્ષેત્રે દિન પ્રતિદિન વિકાસ પામતું ધોરડોનું સફેદ રણ હવે ફિલ્મ સ્ટાર્સ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. થોડા દિવસ પહેલા જ સોનાક્ષી સિન્હા કચ્છની મુલાકાતે આવી હતી. ધોરડો ખાતેના ટેન્ટસિટીમાં અર્જુન કપૂરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અર્જૂન કપૂર ટેન્ટસિટીને નિહાળીને પ્રભાવિત થયો હતો. સાથે જ કચ્છના સફેદ રણમાં મોજ કરી હતી. વૈશ્વિક સ્તરે વિસ્તરેલા સફેદ રણને નિહાળીને અર્જૂન કપૂર અભિભૂત થયો હતો. સફેદ રણમાં વિકસેલા પ્રવાસનથી પ્રભાવિત થઈને તેણે કચ્છના આ કુદરતી રણની સરાહના કરી હતી.

X
અર્જૂન કપૂરનું ધોરડોમાં ભવ્ય સ્વાગતઅર્જૂન કપૂરનું ધોરડોમાં ભવ્ય સ્વાગત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી