બોલિવૂડ / ફિલ્મ 'ફોટોગ્રાફ'માં સાન્યા ગુજરાતી ગર્લ બનશે, નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોડી બનાવશે

film Photograph Gujarati Girl Sanya will be paired with Nawazuddin Siddiqui
X
film Photograph Gujarati Girl Sanya will be paired with Nawazuddin Siddiqui

  • સાન્યા મલ્હોત્રા એક ગુજરાતી છોકરીનું પાત્ર ભજવશે

Divyabhaskar.com

Feb 15, 2019, 09:01 AM IST
મુંબઈ: દિલ્હીમાં જન્મેલી અને ઉછરેલી સાન્યા મૂળે પંજાબી છે. તે પોતાની આગામી ફિલ્મ 'ફોટોગ્રાફ'માં ગુજરાતી પાત્ર ભજવવા માટે તે પોતાની ભાષા પર કામ કરી રહી છે. દિગ્દર્શક રિતેશ બત્રાની ફિલ્મ 'ફોટોગ્રાફ'ની જાહેરાત થતાં આ ફિલ્મ ચર્ચાનો વિષય બની છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને સાન્યા મલ્હોત્રાની આ અનોખી જોડી પહેલી વાર એક સાથે દર્શકોનું મનોરંજન કરતી જોવા મળશે. ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા એક ગુજરાતી છોકરીનું પાત્રમાં ભજવશે.

 

ફિલ્મનું શૂટિંગ મુંબઈ થયું છે

સાન્યા ગુજરાતી લહેકો લાવવા માટે હાલ ટ્રેનિંગ લે છે. જેથી તે પોતાના પાત્રને પૂરતો ન્યાય આપી શકે. આ ફિલ્મ માટે સાન્યા ઘણી મહેનત કરે છે અને કોઈ કસર બાકી રહેવા દેતી નથી. ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં આવેલા ધારાવી વિસ્તારમાં થયેલું છે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ લંચ બૉક્સના સફળ સહયોગ પછી દિગ્દર્શક રિતેશ ફરી એક વાર અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે કામ કરે છે.
2. 8 માર્ચ ફિલ્મ ફોટોગ્રાફ રિલિઝ થશે
છેલ્લે બ્લૉકબસ્ટર ફિલ્મ 'બધાઈ હો'માં જોવા મળેલી સાન્યા મલ્હોત્રા આ ફિલ્મમાં એક અંતર્મુખી કૉલેજ ગર્લનું પાત્ર ભજવતી જોવા મળશે જે પોતાની સ્ટડીમાં અવ્વલ આવે છે.રિતેશ બત્રાએ લખેલી તેમજ દિગ્દર્શિત કરેલી ફિલ્મ ફોટોગ્રાફને એમેઝોન સ્ટડિઝ દ્વારા ધ મેચ ફેક્ટરી સાથે મળીને રજૂ કરવામાં આવી છે અને આ ફિલ્મ 8 માર્ચ 2019ના દિવસે ભારતમાં રિલીઝ થશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી