ખેડૂતોને સંકટમુક્ત કરવા કાયમી સ્વરૂપી ધોરણ તૈયાર કરવું જોઈએ: શરદ પવાર

સોલાપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પવાર બોલી રહ્યા હતા

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 04:57 AM
Farmers should make permanent standards for emancipation

સોલાપુર: ખેડૂતોએ સતત આસમાની અને સુલતાની સંકટોનો સામનો કરવો પડે છે. આવા સંકટમાંથી ખેડૂતોને બહાર કાઢવા માટે કેન્દ્ર સરકારે કાયમીસ્વરૂપી ધોરણ તૈયાર કરવું જોઈએ એવી સૂચના રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે કરી હતી.


સોલાપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પવાર બોલી રહ્યા હતા. ડોકટર મનમોહન સિંઘના નેતૃત્ત્વ હેઠળ કેન્દ્ર સરકારમાં પોતે કૃષિ મંત્રી હતા એ સમયે ખેતીના ઉત્પાદન ખર્ચ પર ખેડૂતોને સો ટકા નફો મળે એ દષ્ટિએ ધોરણાત્મક નિર્ણય લેતા પ્રયત્નો કર્યા હતા એમ નોંધતા અત્યારની પરિસ્થિતિમાં અસ્વસ્થ ખેડૂતો અને તેમના કુટુંબીઓ, વધતી આત્મહત્યાઓ, સરકારની કરજમાફી અને એની અમલબજાવણી માટે થતો વિલંબ, કરજમાફીનો લાભ લેવા આવતી અડચણો જેવા મુદ્દાઓ પર પવાર બોલ્યા હતા.


યુપીએ સરકાર હતી એ સમયે યવતમાળમાં ખેડૂતોની આત્મહત્યાઓ થઈ હતી. એની નોંધ લેતા સંપૂર્ણ દેશના ખેડૂતોના દેવાનો વિચાર કરીને 71 હજાર કરોડ રૂપિયાની કરજમાફી કરી હતી. એની સો ટકા અમલબજાવણી બે મહિનામાં થઈ હતી. આ કરજમાફી પછી ખેડૂતોએ કાળી માટીનું ઈમાન સાચવતા ખેતીનું ઉત્પાદન વધાર્યું હતું. દેશે ચોખાની નિકાસમાં પ્રથમ અને સાકરની નિકાસમાં દ્વિતિય સ્થાન મેળવ્યું હતું.

ફળોની નિકાસમાં પણ સારી કામગિરી થઈ હતી. હંમણાં પણ ભાજપ સરકારે ખેડૂતોની કરજમાફી કરી હતી. પણ એની સો ટકા અમલબજાવણી થતી નથી. એમાંની ટેકનિકલ અડચણો દૂર કરવી જોઈએ એવી સૂચના પવારે કરી હતી.

આત્મહત્યાઅોમાં 42 ટકાનો વધારો


રાજ્યમાં ખેતીના વિકાસ માટે અને ખેડૂતોને સમૃદ્ધ કરવા સહકાર ક્ષેત્રએ યોગદાન આપ્યું છે છતાં આજે ખેડૂત કુટુંબોમાં અસ્વસ્થતા છે. તેમની આત્મહત્યાઅો વધી રહી છે. 2014થી આજ સુધી ખેડૂતોની આત્મહત્યાઅોમાં 42 ટકાનો વધારો થયો છે. એમાંના મોટા ભાગના દેવાદાર હોઈ આ ખેડૂતોના કુટુંબોને આધાર આપવામાં પોતે ઉણા ઉતર્યા હોવાનો વસવસો પવારે વ્યક્ત કર્યો હતો.

X
Farmers should make permanent standards for emancipation
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App