Home » Maharashtra » Latest News » Mumbai » પુણેના જમીન ગોટાળામાં એકનાથ ખડસેને ACBએ ક્લીન ચિટ આપી | Eknath Khadse Was Given A Clean Chit By ACB In Pune Land Scam

પુણેના જમીન ગોટાળામાં એકનાથ ખડસેને ACBએ ક્લીન ચિટ આપી

Divyabhaskar.com | Updated - May 02, 2018, 12:03 AM

આ નિર્ણયથી રાજ્ય મંત્રીમંડળમાં પાછા આવવાનો ખડસેનો માર્ગ મોકળો

 • પુણેના જમીન ગોટાળામાં એકનાથ ખડસેને ACBએ ક્લીન ચિટ આપી | Eknath Khadse Was Given A Clean Chit By ACB In Pune Land Scam
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  એકનાથ ખડસેને નિર્દોષ હોવાનો વિશ્વાસ હતો

  મુંબઈ: ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મહેસૂલ મંત્રી એકનાથ ખડસેને પુણેના ભોસરી ખાતેના જમીન ગોટાળામાં પુણે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા ક્લીન ચિટ આપવામાં આવી છે. આ સંબંધનો અહેવાલ એસીબીએ કોર્ટમાં રજૂ કર્યો હતો. આ નિર્ણયને લીધે ખડસેનો મોટો દિલાસો મળ્યો હોઈ રાજ્ય મંત્રીમંડળમાં પાછા આવવાનો ખડસેનો માર્ગ મોકળો થઈ ગયો છે.


  ભોસરી ભૂખંડ ખરીદી પ્રકરણે પુણે એસીબીએ સોમવારે કોર્ટમાં અંતિમ અહેવાલ સુપરત કર્યો હતો. આ જમીન ખલીદી કરવા સમયે ખડસેએ પદનો કોઈ દુરુપયોગ કર્યો નથી. ઉપરાંત આ જમીન ખરીદીને લીધે સરકારની મહેસૂલી આવકનું ખોટ પણ થયું નથી, એવું એસીબીના અહેવાલમાં નોંધ કરાયું છે. આ કેસમાં ખડસે સાથે તેમની પત્ની મંદાકિની, જમાઈ ગિરીશ દયારામ ચૌધરીનાં નામ પણ વગોવાયાં હતાં, જેમને પણ દિલાસો મળ્યો છે. આ સંબંધે અમે શુક્રવારે કોર્ટમાં અહેવાલ રજૂ કર્યો છે. આ મામલો કોર્ટમાં હોવાથી તે વિશે વધુ કહી શકાશે નહીં એમ એસીબીના એસપી સંદીપ દિવાણે જણાવ્યું હતું.

  નિર્દોષ હોવાનો વિશ્વાસ હતો: એકનાથ ખડસે


  ખોટા આરોપ કરીને મને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો. હું નિર્દોષ હોવાનો મને વિશ્વાસ હતો. એસીબીની અહેવાલે તેની પર હવે મહોર મારી હોઈ ક્લીન ચિટ મળી તેની ખુશી છે, એવી પ્રતિક્રિયા ખડસેએ આપી હતી. કોઈ પણ રાજકીય પક્ષે મારી તપાસની માગણી કરી નહોતી. અમુક સુપારીબાજ લોકોએ આ માગણી કરી હતી. આ પછી તપાસ શરૂ કરવામાં આવી. વિચારોથી બંધાયેલો હોવાથી આ પછી પણ પક્ષ માટે કામ કરતો રહીશ, એમ પણ તેમણે જણાવ્યું હતું.

  આગળની સ્લાઇડ્સમાં વાંચો, હાઈ કોર્ટમાં જઈશ: દમણિયા....

 • પુણેના જમીન ગોટાળામાં એકનાથ ખડસેને ACBએ ક્લીન ચિટ આપી | Eknath Khadse Was Given A Clean Chit By ACB In Pune Land Scam
  સામાજિક કાર્યકર્તા અંજલિ દમણિયાએ હાઈ કોર્ટમાં દાદ માગીશ એમ જણાવ્યું છે

  હાઈ કોર્ટમાં જઈશ: દમણિયા


  દરમિયાન સામાજિક કાર્યકર્તા અંજલિ દમણિયાએ હાઈ કોર્ટમાં દાદ માગીશ એમ જણાવ્યું છે. ખડસે વિરુદ્ધ બધા પુરાવા હોવા છતાં ક્લીન ચિટ કઈ રીતે મળી શકે એવો પ્રશ્ન તેમણે ઉપસ્થિત કર્યો છે. મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે બધાને જ ક્લીન ચિટ આપે છે. તેમાંથી જ આ એક કેસ હોવાની શંકા છે. એસીબી સરકારના દબાણ હેઠળ કામ કરે છે, એવો આરોપ પણ તેમણે કર્યો હતો.પદનો દુરુપયોગ કરીને ખડસેએ રૂ. 40 કરોડ કરતાં વધુ કિંમતની જગ્યા ફક્ત રૂ. 3.57 કરોડમાં ખરીદી કરી હોવાનો આરોપ હતો.

   

  આ સંબંધે હેમંત લક્ષ્મણ ગાવંડે (38)એ 30 મેના રોજ ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો દાખલ નહીં કરતાં ગાવંડેએ હાઈ કોર્ટમાં ધા નાખી હતી. આ ફોજદારી સ્વરૂપનો ગુનો નથી એવું કારણ પોલીસે આપ્યું હતું. આથી આ કેસ એસીબીને સોંપવામાં આવ્યો હતો. આ જમીન ખરીદી કરવા માટે ખડસે પરિવાર પૈસા ક્યાંથી લાવ્યા, આ ખરીદી પાછળ તેમનો ઉદ્દેશ શું હતો, ખડસેની ચેમ્બરમાં થયેલી બેઠકમાં આ જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા ઝડપથી કરવી એવા આદેશ આપવામાં આવ્યા હતા, જમીન ઓછા ભાવે કઈ રીતે ખરીદી કરાઈ આ બધી બાબતોની તપાસ થવી જોઈએ એવી માગણી ગાવંડેની હતી. એમઆઈડીસીએ આ જમીન પોતાની હોવાનો દાવો કર્યો હતો. આથી ખડસે મુશ્કેલીમાં આવ્યા હતા, પરંતુ એસીબીએ હવે તેમનો દિલાસો આપ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending

વીડિયો વધુ જુઓ