નાશિકમાં આસારામના આશ્રમમાં ડિમોલિશન

આસારામ બાપુના આશ્રમ પર કાર્યવાહી થતાં જ એક ભક્તે કોર્ટમાં અરજી કરી હતી

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - May 23, 2018, 03:31 AM
નાશિકમાં આસારામના આશ્રમમાં ડિમોલિશન | Demolition in asaram ashram in Nashik
મુંબઈ: મહાપાલિકા કમિશનર તુકારામ મુંઢેએ નાશિકમાં અતિક્રમણ હટાવ ઝુંબેશ આદરી છે, જેના ભાગરૂપ ગોદાવરી કાંઠે આવેલા આસારામ બાપુના આશ્રમનું અનધિકૃત બાંધકામ પણ મહાપાલિકા અતિક્રમણ વિરોધી ટુકડીએ જમીનદોસ્ત કરી દીધું છે. આ ઉપરાંત શહેરભરમાં અનેક અતિક્રમણો હટાવવામાં આવ્યા છે. આસારામ બાપુના આશ્રમ પર કાર્યવાહી થતાં જ એક ભક્તે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે 28 મે સુધી જૈસે થે સ્થિતિ જાળવી રાખવા માટે આદેશ આપ્યો છે. જોકે ત્યાં સુધી આશ્રમનું અતિક્રમણ મહદંશે હટાવી દેવાયું છે. હવે 28 મેએ કોર્ટના આદેશ પછી જ આગળની કાર્યવાહી થઈ શકશે.દરમિયાન નાશિકના સિડકો વિસ્તારનાં ઘરો પર બુલડોઝર ફેરવવાનો ઈશારો પણ અપાયો છે.

X
નાશિકમાં આસારામના આશ્રમમાં ડિમોલિશન | Demolition in asaram ashram in Nashik
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App