ધરપકડ / મુંબઈથી જામનગર એરપોર્ટ પર આવેલો રાજકોટનો યુવક ૩૩ લાખના સોના સાથે ઝડપાયો

dealer-arrested-with-1-kg-gold on jamanagar airport
X
dealer-arrested-with-1-kg-gold on jamanagar airport

  • 100 નંગ સોનાના લિક્કા મામલે પૂછપરછ

Divyabhaskar.com

Jan 12, 2019, 01:18 PM IST
જામનગર: મુંબઈથી જામનગર એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આવેલા રાજકોટના યુવકને 1 કિલો સોના સાથે ઈન્કમટેક્સ અધિકારીઓએ ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે વોચમાં રહેલા ઇન્કમ ટેકસના અધિકારીઓએ તેને પકડી પોતાની સાથે અજ્ઞાત સ્થળે લઇ જઇ પુછપરછ શરૂ કરી છે. 

સોનાનો જથ્થો આવતો હોવાની બાતમીના આધારે આરોપીની ધરપકડ

મુંબઇથી જામનગર આવતી એર ઇન્ડિયાની બપોરના 1 વાગ્યાની ફલાઇટમાં એક પેસેન્જર ગેરકાયદે સોનું લઇ આવતો હોવાની બાતમી ઇન્કમ ટેકસ વિભાગને મળી હતી. જેના આધારે અધિકારીઓ શુક્રવારના એરપોર્ટ પર વોચમાં ગોઠવાઇ ગયા હતાં. દરમિયાન ફલાઇટ આવતાની સાથે જ રાજકોટનો 1 શખ્સ ઉતરતા તેને આંતરી પુછપરછ કરાઇ હતી. પુછપરછ બાદ તપાસ કરતાં તેની પાસેથી એક કીલો બે ગ્રામ જેવા સોનાના સિકકા મળી આવ્યા હતાં. જેથી ઇન્કમટેકસના અધિકારીઓ આ યુવાનને તેની સાથે લઇને રવાના થઇ ગયા હતાં. સોનાના સિકકા દાણધોરીના હતા કે કેમ તે અંગે ઇન્કમ ટેકસ વિભાગ તપાસ કરી રહ્યું છે. આ બનાવ અંગે એરપોર્ટના પીઆઇ જી.પી. પરમારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, બપોરે આ ઘટના ઘટી હતી અને ઇન્કમ ટેકસ વિભાગના અધિકારીઓ સોના સાથે યુવાનને લઇ ગયા હતાં. 

 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી