Divya Bhaskar

Home » Maharashtra » Latest News » Mumbai » Cricketer Shardul Thakur ran away after parents were injured in the accident

માતા- પિતાને અકસ્માતમાં નડતાં ક્રિકેટર શાર્દુલ ઠાકુર દોડી આવ્યો

Divyabhaskar.com | Updated - May 10, 2018, 03:14 AM

પાલઘરથી પાછા ફરતા સમયે ટુ વ્હીલર સ્લીપ થયું

  • Cricketer Shardul Thakur ran away after parents were injured in the accident

    મુંબઈ: ટીમ ઈંડિયાના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરના માતાપિતા અકસ્માતમાં જખમી થયા હતા. એક લગ્ન સમારંભમાંથી પાછા ફરતી વખતે પાલઘર નજીક શાર્દુલના પિતા નરેન્દ્ર અને માતા હંસા ઠાકુરના ટુવ્હીલરનો અકસ્માત થયો હતો. ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ તેમના સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. શાર્દુલ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો હિસ્સો છે, જે અકસ્માતની વાત સાંભળતાં જ પુણેથી મુંબઈ આવી ગયો હતો.

    પાલઘરથી પાછા ફરતા સમયે ટુ વ્હીલર સ્લીપ થયું


    ઠાકુર કુટુંબ પાલઘરના માહિમ ગામમાં રહે છે. આ દંપતી પાલઘર અલ્યાળીમાં એક લગ્નમાં હાજરી આપવા ગયું હતું. પાછા ફરતી વખતે તેમનું સ્કૂટર સ્લિપ થઈ ગયું હતું. એમાં બંને જખમી થયા હતા. ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ તરત તેમને પાલઘરની એક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર પછી નરેન્દ્ર ઠાકુરને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

    પૂર્વ સીએમ અજિત પવારે અકસ્માતગ્રસ્તને મદદ કરી


    દરમિયાન સાતારા જિલ્લા પ્રવાસે આવેલા ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી અજિત પવારે રાત્રે 9 વાગ્યાના સુમારે મહાબળેશ્વર-સાતારા રોડ પર એક જખમી વ્યક્તિને જોઈ હતી. સંતોષ જાધવ નામની આ જખમી વ્યક્તિને પવાર પોતાની કારમાં હોસ્પિટલમાં લઈ ગયા હતા. સંતોષ ટુવ્હીલર પર જઈ રહ્યો હતો ત્યારે અચાનક રાનડુક્કર ટકરાવાથી નિર્જન ઠેકાણે પડી ગયો હતો. આ જ રસ્તે એક લગ્નમાં હાજરીમાં આપીને પાછા ફરી રહેલા અજિત પવારે એને જોયો હતો. તેમણે તરત કાર રોકીને સંતોષને સાતારાની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. એ પછી પોતેે ડોકટરને ફોન કરીને જખમી વ્યક્તિની તબિયતનું ધ્યાન રાખવા સૂચના આપી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending