ભીમા કોરેગાંવ જેવું કાવતરું ઘડાય ત્યારે કાર્યકરો જવાબદારી સમજે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: ભીમા કોરેગાવ હિંસાચારની ઘટના એક મોટુ ષડયંત્ર હતું. આગામી થોડો સમય આવી જાતીય તંગદિલી વધારતી ઘટનાઓ બની શકે છે. આવા સમયે ભાજપના કાર્યકર્તાઓએ લોકોમાં એકબીજા સાથે શાંતિ કેવી રીતે રહેશે એની તકેદારી રાખવી એવી સલાહ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપી હતી. એ સાથે જ લોકસભા અને વિધાનસભા ચૂંટણીના કામ પર લાગી જાઓ એવી સૂચના પણ તેમણે આપી હતી.


મંગળવારે મુંબઈમાં ભાજપ કાર્યકારિણીની બેઠક પાર પડી હતી. આ બેઠકમાં પ્રદેશાધ્યક્ષ રાવસાહેબ દાનવે સહિત મુખ્યમંત્રીએ પદાધિકારીઓનું માર્ગદર્શન કર્યું હતું. ભીમા કોરેગાવ ખાતે બનેલી ઘટના એક મોટુ ષડયંત્ર હતું. પણ સરકારે પોતાની જવાબદારી યોગ્ય રીતે પાર પાડી. ભાજપ સરકાર ઉત્તમ રીતે કામ કરે છે. વિકાસના કામો થઈ રહ્યા હોઈ કેટલાક લોકો ભયભીત થયા છે. તેથી ભાજપ અને સરકારની છબી ખરાબ કરવા આવા ધંધા થઈ રહ્યા છે. પણ આગામી સમયમાં આવી ઘટનાઓ કરવામાં આવશે જેથી સમાજમાં ફાટફૂટ પડે. જાતીયતાવાદના બી રોપવામાં આવશે. તેથી કાર્યકર્તાઓએ લોકોમાં શાંતિ બની રહે એ માટે કામ કરવું જોઈએ.


તિરંગા રેલીથી જવાબ


ભારતીય જનતા પક્ષ મજબૂત બન્યો છે. એ કેટલાક લોકોથી સહન થતું નથી. તેથી ભાજપને અને આપણી સરકારને બદનામ કરવા કેટલાક કામ કરી રહ્યા છે. એના જ એક ભાગ તરીકે વિરોધીઓ હવે સંવિધાન બચાવો જેવા કામ કરી રહ્યા છે. એના પ્રત્યુત્તર તરીકે ભાજપ આગામી 26 જાન્યુઆરીના દરેક જિલ્લામાં તિરંગા રેલી કાઢશે એવી ઘોષણા ભાજપ પ્રદેશાધ્યક્ષ રાવસાહેબ દાનવેએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...