• Home
  • Maharashtra
  • Latest News
  • Mumbai
  • પત્રકાર જે. ડેની હત્યા કેસમાં છોટા રાજનને સજા થઈ શકે | Chhota Rajan may be punished for Journalist J d murder case

પત્રકાર જે. ડેની હત્યા કેસમાં છોટા રાજનને સજા થઈ શકે

પત્રકાર જે. ડેની હત્યા કેસમાં છોટા રાજનને સજા થઈ શકે | Chhota Rajan may be punished for Journalist J d murder case
Bhaskar News

Bhaskar News

May 01, 2018, 03:17 AM IST

મુંબઈ: વરિષ્ઠ પત્રકાર જ્યોર્તિમય ડેની હત્યા પ્રકરણે મુખ્ય સૂત્રધાર છોટા રાજનને સજા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. આ પ્રકરણની અંતિમ સુનાવણી 2 મેના થશે. જિગ્ના વોરા સંદર્ભે પુરાવાઓ નિષ્પન્ન થયા છે. તેથી છોટા રાજન, જિગ્ના વોરા અને હત્યારાઓને શું સજા થાય છે એના પર બધાનું ધ્યાન છે. છોટા રાજન અને દાઉદ ઈબ્રાહિમ વચ્ચેની ગેંગવોરના વિવાદમાં અનેકનો ભોગ લેવાયો છે. આ વિવાદના ભોગ જે. ડે પણ બન્યા હતા. 11 જૂન 2011ના મુંબઈમાં પવઈના હિરાનંદાની ભાગમાં ગોળીઓ છોડીને જે. ડેની હત્યા કરવામાં આવી હતી. આ સમયે જે. ડેની હત્યા છોટા રાજન ગેંગ દ્વારા કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

જે. ડેની હત્યાથી સંપૂર્ણ મીડિયા જગતમાં ખળભળાટ મચી ગયો હતો. આ હત્યામાં મહિલા પત્રકાર જિગ્ના વોરાનું નામ પણ જોડવામાં આવ્યું હતું. આ હત્યા પ્રકરણે 14 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોઈ એમાં છોટા રાજન અને જિગ્ના વોરાનો પણ સમાવેશ છે. દરમિયાન છેલ્લા સાત વર્ષથી ચાલી રહેલો આ કેસ અંતિમ તબક્કામાં આવ્યો હોઈ 2 મેના આ કેસની અંતિમ સુનાવણી થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. પુરાવાઓ અને સાક્ષીદારોની સાક્ષી અનુસાર છોટા રાજન જે. ડેની હત્યાનું ષડયંત્ર રચનાર મુખ્ય સૂત્રધાર હોઈ એણે જ આ હત્યાનું ષડયંત્ર રચ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

X
પત્રકાર જે. ડેની હત્યા કેસમાં છોટા રાજનને સજા થઈ શકે | Chhota Rajan may be punished for Journalist J d murder case
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી