કચ્છી મહિલાને ચેક બાઉન્સિંગ કેસમાં મુંબઈ કોર્ટ ફટકારી સજા

DivyaBhaskar.com

Dec 07, 2018, 09:59 AM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

* ચેક બાઉન્સિંગ કેસમાં કચ્છી મહિલાને અદાલત પૂરી થાય ત્યાં સુધી જેલની સજા
* ફરિયાદીઓને 14 લાખ રૂપિયા ચૂકવવાના રહેશે

મુંબઈ: ચેક બાઉન્સિંગ કેસમાં શિવરીની મેટ્રોપોલિટન કોર્ટે કચ્છી જનરલ સ્ટોર્સની મહિલા માલિકને સજા ફટકારી છે. આ મહિલાને કોર્ટ પુરી થાય ત્યાં સુધી જેલમાં રહેવાની સજા ફરમાવી હતી. આ સાથે જ આવતા બે મહિનામાં આ કેસની પતાવટ નહીં થાય તો વધુ આકરી જેલની સજાનો પણ અંદેશો જજે આવ્યો હતો.

પૈસા ચૂકવવામાં અસમર્થ રહે તો વધુ 3 મહિનાની બીજી સજાનો આદેશ

શિવરીની 20 નંબરની કોર્ટે ચુકાદો આપતા ચંદન સ્ટોર્સની બીજી ફર્મ સપન ક્રિએશનના માલિક લીના છાડવાને સજા સંભળાવી હતી અને સંપૂર્ણ ચેકની રકમ બે મહિનામાં ફરિયાદીને ચૂકવવા આદેશ આપ્યો છે અને જો તે રૂપિયા ચૂકવવામાં અસર્થ રહે તો વધુ 3 મહિનાની બીજી સજાનો આદેશ આપ્યો છે.

મુંબઈની અદાલતે કચ્છી મહિલાને ચેક પરત મુદ્દે ફરમાવી સજા

આ કેસમાં ફરિયાદીઓને કુલ 14 લાખ રૂપિયા ચૂકવવાના રહે છે. જેમાં કેયુર ગોગરીને 5 લાખ રૂપિયા, હર્ષા ગોગરીને 2.80 લાખ રૂપિયા, કલ્પના લાલનને રૂપિયા 3 લાખ 5 હજાર, જયા ગડાને 2 લાખ રૂપિયા, નૂતન સાવલાને 1 લાખ રૂપિયા અને ભવાનજી દેવરાજ સાવલાને રૂપિયા 1 લાખ રૂપિયા ચૂકવવાના રહે છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી