મર્સિડિઝના એન્જિનમાં ફસાયેલી બિલાડીને બચાવવા એન્જિનિયર્સ કરી ભારે જહેમત / મુંબઈ: બિલાડીને બચાવવા સુરતના એક બિઝનેસમેને દાવ પર લગાવી મર્સિડિઝ કાર

DivyaBhaskar.com

Dec 04, 2018, 11:42 AM IST
મર્સિડિઝ કારમાં ફસાયેલી બિલાડીને બહાર કાઢવામાં આવી
મર્સિડિઝ કારમાં ફસાયેલી બિલાડીને બહાર કાઢવામાં આવી

* સુરતના બિઝનેસમેને મર્સિડિઝ કારના એન્જિનમાં ફસાયેલી બિલાડીને સુરક્ષિત બહાર કાઢી
* મર્સિડિઝ
ના એન્જિનર્સની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી બિલાડી


સુરત: એક તરફ ચારે બાજુ હિંસા હિંસા અને માત્ર હિંસા જ જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ માનવતાનો એક એવો ચહેરો સામે આવ્યો કે જ્યાં એક બિલાડીનો જીવ બચાવવા માટે એક બિઝનેસમેને કરોડો રૂપિયાની મસિર્ડિઝને દાવ પર લગાવી દીધી. સુરતના બિઝનેસ મેન જયેશભાઈ ટેલરને જ્યારે જાણ થઈ કે તેના એન્જીનમાં એક બિલાડી ફસાઈ ગઈ છે. તો તેને આખે આખુ એન્જિન ખોલાવી નાખ્યું અને બિલાડીને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી.

જયેશભાઈનો પરિવાર સુરતથી મુંબઈ સિદ્ધિવિનાયકના દર્શન કરવા માટે આવ્યા હતા


જયેશભાઈ ટેલર સુરતથી મુંબઈ દીકરીના અમેરિકાના વીઝા અને સિદ્ધિવિનાયકનાં દર્શન માટે આવ્યા હતા. જે દરમિયાન તેની ગાડી મુંબઈની સાયન હૉસ્પિટલ પાસે પહોંચી ત્યારે તેને કારમાંથી બિલાડીનો રડવાનો અવાજ આવ્યો હતો. જેથી તરત જ જયેશ ટેલરે કારને ત્યાં જ રોકી દીધી હતી. જયેશભાઈની સાથે તેમની દીકરી, પત્ની અને તેમનો નાનો ડૉગી પણ હતો. બિલાડીના રડવાનો અવાજ સાંભળીને ડૉગી પણ ભસવા લાગ્યો હતો. જયેશભાઈ અને તેમના પરિવારે કારમાંથી ઊતરીને કારની બધી બાજુ ચેક કરી પરંતુ બિલાડી દેખાઈ નહોતી. પરંતુ બિલાડીના રડવાનો અવાજ આવતો હતો.

મર્સિડિઝના એન્જિનમાં ફસાયેલી બિલાડીને બચાવવા એન્જિનિયર્સ કરી ભારે જહેમત


આખરે જયેશભાઈ મુંબઈમાં મર્સિડીઝ કારનો શોરૂમ ક્યાં છે એની તપાસ કરી અને ત્યાંના મેકૅનિકોને કાલિનાથી સાયન બોલાવ્યા. પરંતુ તેઓ પણ બિલાડીને શોધવામાં નિષ્ફળ રહ્યા હતા. અંતે તેઓ કારને ટો કરીને કાલિના શોરૂમમાં લઈ ગયા. જ્યાં એન્જિનિયર્સ તેની અર્થાગ મહેનત બાદ કારનુ એન્જિન ખોલી નાખ્યું અને બિલાડીને સહિ સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. આમ આ આખી પ્રક્રિયામાં 6 કલાક જેટલો સમય લાગ્યો હતો.

X
મર્સિડિઝ કારમાં ફસાયેલી બિલાડીને બહાર કાઢવામાં આવીમર્સિડિઝ કારમાં ફસાયેલી બિલાડીને બહાર કાઢવામાં આવી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી