બુલેટ ટ્રેન / મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે કચ્છમાં સિસ્મોલોજી મીટર લગાવાશે

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

Divyabhaskar.com

Dec 21, 2018, 09:59 AM IST

* ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોમાં જાપાન જેવી જ ટેક્નોલોજી લગાવવા આવશે

કચ્છ: કેન્દ્ર સરકારના મહત્વના એવા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર હાલ કામ શરૂ થઈ ગયું છે. ત્યારે સતત આવતા ભૂકંપના આંચકાઓથી બુલેટ ટ્રેનમાં કોઈ અકસ્માત ન સર્જાય તે માટે મુંબઈ અને અમદાવાદ આસપાસના ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોમાં જાપાન જેવી જ ટેક્નોલોજી લગાવવા માટેની તજવીજ હાથ ધરાઈ છે. જેમાં કચ્છનો પણ સમાવેશ થાય છે.

જમીનની હિલચાલ સહિતની બાબતોનો સર્વ કરવા માટે જાપાનની ટીમ કચ્છ પહોંચી

સેટેલાઈટ સાથે સંકળાયેલા સિસ્મોલોજી મીટર કચ્છમાં મૂકવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે માટેની જમીનની હિલચાલ સહિતની બાબતોનો સર્વ કરવા માટે જાપાનની નિષ્ણાંતોની ટીમ કચ્છમાં આવી છે. મળતી માહિત મુજબ 320 કિમીની ઝડપે દોડતી બુલેટ ટ્રેનમાં ભૂકંપના જરા માત્ર આંચકાથી અકસ્માત સર્જાઈ શકે છે. જેથી આ સ્થિતિનું નિર્માણ ભવિષ્યમાં ન થાય અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સેફ્ટી સાધન સિસ્મોલોજી મીટર લગાડવામાં આવશે. ભૂકંપ ઝોન પાંચમાં આવતા લાતૂર, કોંકણ રેલવે વિસ્તારમાં આવતા રત્નાગીરી અને કચ્છ એમ ત્રણેય સ્થળે 2-2 સિસ્મોલોજી મીટર લગાડવામાં આવશે. કચ્છમાં જો ભૂકંપનો આંચકો આવે અને તેની અસર બુલેટ ટ્રેનને થાય તે પહેલા જ આ બુલેટ ટ્રેન ઉભી રહી જશે. કચ્છમાં આ 2 સિસ્મોલોજી મીટર ક્યા લગાડવા તે ચકાશવા માટે જાપાનની ટીમ કચ્છમાં પહોંચી ગઈ છે.

X
ફાઈલ ફોટોફાઈલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી