• Home
  • Maharashtra
  • Latest News
  • Mumbai
  • દર્દીઓના મોતની ઘટનાઓની મુંબઈ હાઈ કોર્ટે ગંભીર નોંધ લીધી | Bombay High Court Took Serious Note Of Death Case of Patients

દર્દીઓના મોતની ઘટનાઓની મુંબઈ હાઈ કોર્ટે ગંભીર નોંધ લીધી

દર્દીઓના મોતની ઘટનાઓની મુંબઈ હાઈ કોર્ટે ગંભીર નોંધ લીધી | Bombay High Court Took Serious Note Of Death Case of Patients
Bhaskar News

Bhaskar News

May 02, 2018, 12:13 AM IST

મુંબઈ: મહાપાલિકાની હોસ્પિટલોમાં દવાઓની આડઅસરથી દર્દીઓ મૃત્યુ પામવાની અથવા તબિયત બગડવાની ઘટનાઓની હાઈ કોર્ટે ગંભીર નોંધ લીધી હતી. ઉપરાંત તેનાં કારણો શોધવાની જરૂર હોવાની નોંધ કરીને તે માટે એક સમિતિ સ્થાપન કરવાનો આદેશ કોર્ટે રાજ્ય સરકારને આપ્યો છે. આ ઘટનાઓને કાબૂમાં કઈ રીતે લઈ શકાશે તેની ઉપાયયોજનાઓનો પહેલો અહેવાલ સમિતિએ ચાર મહિનામાં રજૂ કરવાનું પણ કોર્ટે સ્પષ્ટ કર્યું છે.


મુંબઈની ત્રણ મહાપાલિકા હોસ્પિટલોમાં ઉપચાર દરમિયાન 18 બાળકો અને 25થી વધુ મહિલાઓ પર દવાઓની આડઅસર થઈ હતી. આ બાબતે કેતન તિરોડકરે કરેલી જાહેર હિત અરજીમાં મહાપાલિકાની હોસ્પિટલોની સ્થિતિ કોર્ટ સામે લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અરજી પર સુનાવણી આવતાં જસ્ટિસ ભૂષણ ગવઈ અને જસ્ટિસ ભારતી ડાંગરેની ખંડપીઠે અરજદાર અને પ્રતિવાદીઓનું સાંભળી લીધા પછી આ પ્રકરણે વિશ્લેષણની જરૂર હોવાનું સ્પષ્ટ કર્યું.

જોકે આ પ્રકરણે ફક્ત કારણમીમાંસા કરવા સાથે આ ઘટનાની પુનરાવૃત્તિ નહીં થાય તે માટે જરૂરી ઉપાયયોજનાઓ કરવાની જરૂર હોવાનું પણ કોર્ટે નોંધ્યું છે. આ જ રીતે તે માટે અન્ન અને ઔષધ પ્રશાસનના સહસંચાલકની અધ્યક્ષતા હેઠળ સમિતિ સ્થાપન કરવાનો આદેશ પણ કોર્ટે સરકારને આપ્યો છે. સમિતિમાં તબીબી, શિક્ષણ અને ઔષધ વિભાગ તેમ જ સાર્વજનિક આરોગ્ય વિભાગની સહસંચાલકનો સમાવેશ હોવો જોઈએ. ઉપરાંત મહાપાલિકાના તબીબી સુપરિન્ટેન્ડેન્ટ આ સમિતિના સભ્ય સચિવ હોવા જોઈએ એવું કોર્ટે સ્પષ્ટ કર્યું છે.

ઉપરાંત ઔષધોપચાર કરતી વખતે પ્રમાણિત પદ્ધતિ અપનાવવામાં આવે છે કે નહીં, આવી ઘટના હોસ્પિટલમાં કઈ રીતે હાથ ધરવી જોઈએ તે બબતે આ સમિતિએ મુખ્યત્વે વિચાર કરવો એવું કોર્ટે સમિતિની નિયુક્તિના આદેશમાં સ્પષ્ટ કર્યું છે. સમિતિએ શું કરવાનું અપેકક્ષિત છે તે પણ કોર્ટે આદેશમાં નોંધ કરવંુ જોઈએ. આ મુજબ મહાપાલિકાની દવા ખરીદી પ્રક્રિયા શું છે જાણી લેવી. આ પછી વૈશ્વિક આરોગ્ય સંઘટને નિશ્ચિત કરેલા નિયમોની અમલબજાવણી કરનારા દવા ઉત્પાદકો પાસેથી જ દવા ખરીદી કરવા બાબતે યંત્રણ સૂચવવાનું અને દવા અને અન્ય યંત્રણા ઉત્તમ દરજ્જાની હોય તે માટેની એક માર્ગદર્શિકા ઘડવાનો આદેશ પણ કોર્ટે સમિતિને આપ્યો છે.

X
દર્દીઓના મોતની ઘટનાઓની મુંબઈ હાઈ કોર્ટે ગંભીર નોંધ લીધી | Bombay High Court Took Serious Note Of Death Case of Patients
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી