• Home
  • Maharashtra
  • Latest News
  • Mumbai
  • ભાજપ બેલેટ પેપર પર ચૂંટણી યોજી શંકા દૂર કરે: ઉદ્ધવ ઠાકરે | BJP Will Remove The Doubt On The Election Of Ballot Paper: Uddhav Thackeray

ભાજપ બેલેટ પેપર પર ચૂંટણી યોજી શંકા દૂર કરે: ઉદ્ધવ ઠાકરે

ભાજપ બેલેટ પેપર પર ચૂંટણી યોજી શંકા દૂર કરે: ઉદ્ધવ ઠાકરે | BJP Will Remove The Doubt On The Election Of Ballot Paper: Uddhav Thackeray
Bhaskar News

Bhaskar News

May 15, 2018, 11:56 PM IST

મુંબઈ: કર્ણાટકની ચૂંટણીમાં ભાજપના જ્વલંત વિજય પછી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની આ જીત છે એવી પ્રતિક્રિયા રાજ ઠાકરેએ આપ્યા પછી શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ ભાજપના પરિણામો પરથી ટોણો માર્યો છે. ઈવીએમ બાબતે બધાના મનમાં શંકા હોવાથી ભાજપે બેલેટ પેપર પર ચૂંટણી લઈને તે શંકા દૂર કરવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.


કર્ણાટકની ચૂંટણીનાં પરિણામો પરથી હવે વિવિધ રાજકીય પક્ષો પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરવા લાગ્યા છે. મનસે પ્રમુખ રાજ ઠાકરે પછી હવે ઉદ્ધવે પણ ભાજપને ટોણો માર્યો છે. પેટાચૂંટણીઓ યોજાય છે ત્યાં ભાજપની હાર થાય છે અને ચૂંટણીઓમાં જીત થાય છે. આથી ઈવીએમ મશીન બાબતે બધાના મનમાં શંકા છે. ચૂંટણીમાં જેઓ જીત્યા તે બધાને અભિનંદન છે, પરંતુ જે મુખ્ય મંત્રી બનશે તેમને બેળગાવના મરાઠી માણસોનો આદર કરવો એવી અપેક્ષા છે, એમ તેમણે જણાવ્યું હતું.ભાજપ જ્યાં સત્તા પર નથી ત્યાં ચૂંટણી આવતાં જીતે છે, પરંતુ જ્યાં ભાજપ સત્તા પર છે ત્યાં તે આગામી ચૂંટણીમાં સત્તા જાળવી રાખશે કે કેમ તે આવનારો સમય જ કહેશે, એમ તેમણે જણાવ્યું હતું.

ભાજપની એકતરફી જીત પર વિશ્વાસ બેસતો નથી: NCP


કર્ણાટકમાં કોંગ્રેસની સ્થિતિ સારી હતી. એકંદરે વાતાવરણ જોયું તો કોંગ્રેસ માટે સારું વાતાવરણ હતું. આથી કોંગ્રેસની જ જીત થશે એવું લાગતું હતું. મોટા ભાગના સ્થળે કોંગ્રેસને સારો પ્રતિસાદ પણ મળતો હતો. આવા સંજોગોમાં ભાજપને એકતરફી જીત મળે તે વાત મારા ગળે ઊતરતી નથી. મને વિશ્વાસ બેસતો નથી, એમ રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું.

કર્ણાટકમાં ગ્રાઉન્ડ લેવલ વિશે મારો ઝાઝો પરિચય નથી, પરંતુ મને તે માહિતી મળતી હતી તે પરથી કોંગ્રેસની સ્થિતિ સારી હતી અને આજનાં પરિણામ જોતાં આટલા મોટા પાયે ભાજપ ચૂંટાઈ આવે અને ઓછા પ્રમાણમાં કોંગ્રેસ ચૂંટાઈ આવે તે મને મળેલા ફીડબેક સાથે સુસંગત નથી. ગ્રાઉન્ડ રિયાલિટીમાં લોકોના મનમાં હતું તે જ ફીડબેકમાં આવે છે, પરંતુ મને એવું લાગતું નથી કે લોકોના મનમાં જે હતું તેમાં અને મતો પડ્યા તેમાં સુસંગતી છે, એવી શંકા પણ તેમણે વ્યક્ત કરી હતી.

X
ભાજપ બેલેટ પેપર પર ચૂંટણી યોજી શંકા દૂર કરે: ઉદ્ધવ ઠાકરે | BJP Will Remove The Doubt On The Election Of Ballot Paper: Uddhav Thackeray
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી