Divya Bhaskar

Home » Maharashtra » Latest News » Mumbai » મિશન પાલઘર માટે ભાજપનો નવો દાવ, શિવસેનામાં ગયેલા 6 નગરસેવકોને નોટિસ | BJP New Alliance For Mission Palghar, Notice To 6 Councilors In Shiv Sena

મિશન પાલઘર માટે ભાજપનો નવો દાવ, શિવસેનામાં ગયેલા 6 નગરસેવકોને નોટિસ

Divyabhaskar.com | Updated - May 10, 2018, 10:25 PM

રાજકીય વિષ્લેશકોના મતે શીવસેના પર દબાણ લાવવા માટે ભાજપની ચાણક્ય નીતિ

  • મિશન પાલઘર માટે ભાજપનો નવો દાવ, શિવસેનામાં ગયેલા 6 નગરસેવકોને નોટિસ | BJP New Alliance For Mission Palghar, Notice To 6 Councilors In Shiv Sena
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈ: પાલઘર લોકસભા મતવિસ્તારમાં પેટાચૂંટણી પરથી ભાજપ અને શિવસેના એકબીજા પર હાવી થવા માટે કોઈ કસર બાકી રાખવા માગતા નથી એમ જણાય છે. ભાજપના દિવંગત સાંસદ ચિંતામણ વનગાના પુત્ર શ્રીનિવાસને શિવસેનાએ પેટાચૂંટણી માટે ઉમેદવારી આપ્યા પછી ભાજપે હવે શિવસેનાનો ગઢ મુંબઈ મહાપાલિકામાં અસ્થિરતા નિર્માણ કરવાનો દાવ રમ્યો છે.

    પૂર્વે શિવસેનાએ મનસેના 6 નગરસેવકોને ફોડ્યા


    થોડા મહિના પૂર્વે શિવસેનાએ મનસેના 6 નગરસેવકોને ફોડ્યા હતા. ક્રોધિત મનસેએ તેની વિરુદ્ધ કોંકણ આયુક્ત પાસે આ નગરસેવકોનો શિવસેનામાં પ્રવેશ અપાત્ર ઠરાવવાની માગણી કરી હતી. તેની પર હજુ સુનાવણી થઈ શકી નહોતી. જોકે હવે પાલઘરની પેટાચૂંટણી માટે શિવસેના ભાજપ સામે થયા પછી ગુરુવારે કોંકણ આયુક્ત આ છ નગરસેવકોને નોટિસ મોકલી છે. તે મુજબ આ છ નગરસેવકોને 14 મેના રોજ કોંકણ આયુક્ત સામે સ્પષ્ટીકરણ આપવા માટે હાજરી આપવી પડશે. યોગાનુયોગ પાલઘર પેટાચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ પણ 14 મે છે.

    શિવસેના પર દબાણ લાવવાનો ભાજપનો દાવ


    આથી રાજકીય નિરીક્ષકો એવું માને છે કે આ યોગાનુયોગ નથી, પરંતુ શિવસેના પર દબાણ લાવવાનો ભાજપનો દાવ છે, જેથી શિવસેના ઉમેદવારી પાછી ખેંચી લે એવી ભાજપની ધારણા છે. રત્નાગિરિ નગરપાલિકામાં પણ આવા જ એક પ્રકરણમાં ત્રણ મહિનામાં કોંકણ આયુક્તની મંજૂરી નહીં મળવાથી મંજૂરી મળી ગઈ એવું ધારી લેવું એવો ચુકાદો કોર્ટે આપ્યો હતો. મુંબઈ મહાપાલિકામાં ગયા વર્ષે થયેલી ચૂંટણીમાં જીતેલા મનસેના સાત નગરસેવકમાંથી છ નગરસેવકોએ શિવસેનામાં પ્રવેશ કર્યો હતો.

    આગળની સ્લાઇડ્સમાં વાંચો, શિવસેનાની મનોકામના હજુ પૂરી થઈ નથી....

  • મિશન પાલઘર માટે ભાજપનો નવો દાવ, શિવસેનામાં ગયેલા 6 નગરસેવકોને નોટિસ | BJP New Alliance For Mission Palghar, Notice To 6 Councilors In Shiv Sena

    શિવસેનાની મનોકામના હજુ પૂરી થઈ નથી

     

    દિલીપ લાંડે, અર્ચના ભાલેરાવ, પરમેશ્વર કદમ, અશ્વિની માટેકર, હર્ષલા મોરે અને દત્તાત્રય નરવણકરના પ્રવેશથી શિવસેનાનું મહાપાલિકામાં સંખ્યાબળ 96 પર પહોંચ્યું છે. આ અંગેનો પત્ર પણ શિવસેનાએ કોંકણ આયુક્તને આપ્યો છે. જોકે મનસેએ આ પત્રને મંજૂરી નહીં આપવાની માગણી કરીને કોંકણ આયુક્ત પાસે દોડ લગાવી હતી, જેથી શિવસેનાની મનોકામના હજુ પૂરી થઈ નથી. ત્યાં ભાજપ હવે ફાચર પાડે એવી શક્યતા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending