ભાવનગર / એર ઈન્ડિયાની મુંબઈની ફ્લાઈટ કેન્સલ થતાં મુસાફરો અટવાયાં

Divyabhaskar.com | Updated - Jan 10, 2019, 11:25 AM
bhavnagar mumbai air india flight cancel on bhavnagar airport
ભાવનગર: ભાવનગરથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ કેન્સલ થતાં એરપોર્ટ પર મુસાફરો અટવાયા હતા.ફ્લાઇટ કેન્સલ થવા માટે ટેકનીકલ ફોલ્ટ કારણભૂત હોવાનું ભાવનગર એર ઇન્ડીયાએ જણાવ્યું હતું. જો કે ભાવનગર-મુંબઇ વચ્ચે ચાલતી એર ઇન્ડીયાની ફ્લાઇટ છેલ્લા અમુક મહિનાથી વારંવાર લેઇટ આવી રહી હોવાની અને લેઇટ ઉપડી રહી હોવાની ફરિયાદો ઊઠી રહી છે. બે દિવસથી ફ્લાઇટ કલાક જેટલી લેઇટ થઇ રહી છે. મુસાફરોની માગ છે કે આ ફ્લાઇટને વહેલી તકે નિયમિત કરવામાં આવે અને જરૂર પડ્યે તેનું ટાઇમ ટેબલ બદલવામાં આવે. બીજી તરફ જાણે ભાવનગર એરપોર્ટ પર ગ્રહણ લાગી રહ્યું હોય તેમ વેન્ચુરા એર કનેક્ટની ફ્લાઇટ પણ કેન્સલ કરવામાં આવી રહી છે.

X
bhavnagar mumbai air india flight cancel on bhavnagar airport
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App