ફ્લાઈટ / ભાવનગર-મુંબઇની એર ઇન્ડિયા ફ્લાઇટનાં સમયપત્રકમાં ફેરફાર

Divyabhaskar.com | Updated - Feb 08, 2019, 10:19 AM
bhavanagar mumbai flight schedule change till march
X
bhavanagar mumbai flight schedule change till march

  • મુંબઇ એરપોર્ટ પર રનવે ક્લોઝરનાં કારણે માર્ચ સુધી શેડ્યુઅલ બદલાઇ શકે છે
  • ભાવનગરથી રાત્રે 9.45નો સમય થયો 

ભાવનગર: મુંબઇ એરપોર્ટ પર રનવે ક્લોઝરના કારણે એર ઇન્ડીયાની ભાવનગર-મુંબઇ ફ્લાઇટના શેડ્યુઅલમાં ફેરફાર થયો છે. આ ફેરફાર તા.7 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધી અમલી રહેશે. એર સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર તારીથ 7 ફેબ્રુઆરીથી અમલમાં આવનાર નવા શેડ્યુઅલ અનુસાર સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે એર ઇન્ડીયાની ફ્લાઇટ મુંબઇથી સાંજના 5:55 વાગ્યે ઉપડીને ભાવનગર 7:10 વાગ્યે આવી પહોંચશે. ત્યાર બાદ આ ફ્લાઇટ ભાવનગરથી રાત્રે 9:45 વાગ્યે ઉડાન ભરીને 11:00 વાગ્યે મુંબઇ પહોંચશે. 

30 માર્ચ પછી ફરીથી સમયપત્રકમાં ફેરફાર થશે

1.મંગળવાર, ગુરૂવાર અને શનિવારે આ ફ્લાઇટ મુંબઇથી સાંજના 8:05 વાગ્યે ઉપડીને ભાવનગર 9:20 વાગ્યે આવી પહોંચશે. ત્યાર બાદ આ ફ્લાઇટ ભાવનગરથી રાત્રે 9:45 વાગ્યે ઉડાન ભરીને 11 વાગ્યે મુંબઇ પહોંચશે. મુંબઇના રનવે ક્લોઝરના કારણે દેશભરની અનેક ફ્લાઇટોના સમયપત્રકમાં ફેરફારો થયા છે. જેમાં ભાવનગરની ફ્લાઇટોનો પણ સમાવેશ થાય છે. 30 માર્ચ પછી ફરીથી સમયપત્રકમાં ફેરફાર થશે. યાત્રીઓએ આ સ્થિતિની જાણકારી રાખીને પોતાની હવાઇ મુસાફરી ગોઠવવા જણાવાયું છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App