ભારત બંધને મહારાષ્ટ્રમાં હિંસક વળાંક: આગચંપી અને પથ્થરમારો

મુંબઈમાં આંદોલનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ભીમ આર્મીના કાર્યકર્તાઓઅે બાંદરા ખાતે દેખાવો કર્યા હતા

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 04:54 AM
bharat bandh Violence in Maharashtra: Fire and Stonework

મુંબઈ: અનુસૂચિત જાતિ, અનુસૂચિત જમાત પ્રતિબંધક કાયદા બાબતે (એટ્રોસિટી એક્ટ) સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં દલિત-આદિવાસી સંગઠનોએ પોકારેલ ભારત બંધના તીવ્ર પ્રતિસાદ મહારાષ્ટ્રના અનેક ભાગોમાં પડ્યા હતા. મહારાષ્ટ્રના નંદુરબારમાં આંદોલનકારીઓએ શહાદા-પાડળદા એસટી બસ પર પથ્થરબાજી કરવામાં આવી હતી. એના પગલે થોડા સમય માટે ડેપોની બસસેવા બંધ રાખવામાં આવી હતી. સ્કૂલોમાં પણ રજા આપવામાં આવી હતી.

ભીમ અનુયાયીઓએ મોટરસાઈકલ રેલી કાઢીને શક્તિપ્રદર્શન કર્યું હતું. નાગપુરના ઈંદોરા ચોકમાં આંદોલનકારીઓએ શહેર પરિવહનની બસ સળગાવી દીધી હતી. કેટલાક ભાગોમાં જબરદસ્તી દુકાનો બંધ કરાવવામાં આવી હતી. ટાયરો બાળવામાં આવ્યા હતા. જળગવના મુક્તાઈનગર તાલુકાના અંતુર્લી ગામમાં બંધની હાકલ કરતા ટોળાએ પથ્થરબાજી કરી હતી. એમાં ત્રણ જણ જખમી થયા હતા. નાગપુરના શતાબ્દી ચોકમાં વિવિધ સંગઠનોએ દેખાવ કર્યા હતા.

બંધારણ ચોકમાં વિવિધ સંગઠનોએ રસ્તા રોકો કર્યું હતું. તેથી થોડા સમય માટે તંગદિલી નિર્માણ થઈ હતી. નવાપુર, તળોદામાં આંદોલનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. શહાદા, નંદુરબારમાં બંધ સફળ રહ્યો હતો. જો કે જરૂરી સેવાઓ બાકાત રાખવામાં આવી હતી. સોલાપુરના તુંગતમાં તંગદિલી હતી. સોલાપુર-પંઢરપુર માર્ગ પર રસ્તા રોકો કરવામાં આવ્યું હતું.


દરમિયાન મુંબઈમાં આંદોલનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ભીમ આર્મીના કાર્યકર્તાઓઅે બાંદરા ખાતે દેખાવો કર્યા હતા. એટ્રોસિટી કાયદા હેઠળ કોઈના વિરુદ્ધ ગુનો નોંધતા પહેલાં સંપૂર્ણ તપાસ કરવી, વરિષ્ઠોની પરવાનગી પછી જ સંબંધિતો પર ગુનો નોંધવામાં આવે, ગુનો દાખલ થયા પછી પણ આરોપીની તરત ધરપકડ કરવાની જરૂર ન હોવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપ્યો હતો. આ નિર્ણય પર ફેરવિચાર કરવાની અરજી દાખલ કરવાની માગણી માટે ફૂલે, આંબેડકરવાદી ડાબેરી સંગઠનોએ ભારત બંધની હાકલ કરી હતી.

X
bharat bandh Violence in Maharashtra: Fire and Stonework
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App