તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BARCના વિજ્ઞાનીના ગુમ પુત્રનો મૃતદેહ ઉરણની ખાડીમાંથી મળી આવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ વાશીની અર્ચના જ્યોતિ સોસાયટીમાં રહેતાં બીએઆરસીના વિજ્ઞાની ભાસ્કરદત્ત ગોરટી અને સાઈકોલોજિસ્ટ ચંદ્રા રામમૂર્તિનો ગુમ થયેલો પુત્ર નમન ગોરટી (ઉંમર વર્ષ 17)નો મૃતદેહ ઉરણ ખાડીમાંથી મળી આવ્યો છે. 23 સપ્ટેમ્બરે રાત્રે 10 વાગ્યે ભાસ્કર દંપતી સૂતું હતું. તે સમયે રાત્રે 10.30 વાગ્યે નમન ઘરે કશું કહ્યા વિના નીકળી ગયો હતો અને પાછો આવ્યો નહોતો. રાત્રે 10.54 વાગ્યે તેણે વાશીથી સીએસટી જતી ટ્રેન પકડી હતી, જે પછી પોલીસ તેને શોધી રહી હતી.વાશીથી સીએસટી સુધી બધાં સ્ટેશનો પરનાં સીસીટીવી ફૂટે પોલીસે તપાસ્યાં હતાં. 


જોકે નમન તેમને મળ્યો નહોતો. નમન પોતે ઘર છોડીને ગયો હતો. તેની પર અભ્યાસનો તાણ હતો એમ પોલીસે જણાવ્યું હતું. હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે. પોસ્ટમોર્ટમમાં તેનું મોત ડૂબીને થયું હોવાનું જણાયું છે. ત્યારે પોલીસને તેણે આત્મહત્યા કરી હોવાની શંકા છે. નમન અગાઉ પણ ઘરેથી કહ્યા વિના ભાગી ગયો હતો. અભ્યાસના તાણને લીધે તે માનસિક દબાણમાં આવી ગયો હતો. તો કાયમ ડિપ્રેશનમાં રહેતો. તેની પર ઉપચાર પણ ચાલુ હતો.