Home » Maharashtra » Latest News » Mumbai » વધુ એક સરકારી બેન્ક BOIએ પણ 3969 કરોડની ખોટ કરી | Bank of India has lost Rs 3,669.27 crore due to increase in bed loans

વધુ એક સરકારી બેન્ક BOIએ પણ 3969 કરોડની ખોટ કરી

Divyabhaskar.com | Updated - May 29, 2018, 04:50 AM

6 સરકારી બેન્કોએ 3 હજાર કરોડથી વધુ ખોટ નોંધાવી

  • વધુ એક સરકારી બેન્ક BOIએ પણ 3969 કરોડની ખોટ કરી | Bank of India has lost Rs 3,669.27 crore due to increase in bed loans

    મુંબઈ: દેશની મોટા ભાગની બેન્કોના માર્ચ અંત પુરા થતા ક્વાર્ટર દરમિયાન જંગી ખોટ કરી છે. બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ બેડ લોન્સમાં વઘારો થવાના કારણે 3969.27 કરોડની ખોટ કરી છે. જોકે, અગાઉના વર્ષે પણ આ સમયગાળામાં બેન્કે 1045.54 કરોડની ખોટ નોંધાવી હતી. અત્યાર સુધીમાં જાહેરક્ષેત્રની સરેરાશ 17થી વધુ બેન્કોના ક્વાર્ટર રિઝલ્ટ રજૂ થઇ ચૂક્યા છે જેમાંથી 15 જેટલી બેન્કોએ ખોટ નોંધાવી છે. આમ 95 ટકાથી વધુ બેન્કો ખોટના ખાડામાં ઘકેલાઇ છે. જ્યારે ત્રણ હજાર કરોડથી વધુ ખોટ કરનારી 6 બેન્કો રહી છે. બેન્ક ઓફ ઇન્ડિયાની ગ્રોસ એનપીએ વધીને 16.58 (13.22) ટકા જ્યારે નેટ એનપીએ 6.90 ટકાથી વધીને 8.26 ટકા રહી છે. જ્યારે બેડ લોન્સ અગાઉના વર્ષના 52044.52 કરોડથી વધીને 62328.46 કરોડને આંબી ગઇ છે. બેન્કની આવક 12335.71 કરોડથી ઘટીને 10722.07 કરોડ રહી છે. આ ઉપરાંત હવે બાકી રહેલી બેન્કિંગ સેક્ટરના પરિણામ પણ નેગેટિવ રહે તેવો અંદાજ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ