Home » Maharashtra » Latest News » Mumbai » Auction On 9 August of the Don Daud Ibrahims three Mumbai-based property

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની મુંબઈ સ્થિત ત્રણ સંપતિનું 9 ઓગસ્ટે લીલામ

Divyabhaskar.com | Updated - Jul 27, 2018, 11:21 AM

ગયા વર્ષે એક મિલકત 11 કરોડ 50 લાખમાં વેચાઈ હતી

  • Auction On 9 August of the Don Daud Ibrahims three Mumbai-based property

    મુંબઈ: કેન્દ્રિય નાણા મંત્રાલયે પરાર ઘોષિત કરેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને એના કુટુંબીઓની ભીંડીબજાર સ્થિત પાકમોડિયા સ્ટ્રીટ પરિસરની 3 સંપતિનું લીલામ કરવામાં આવશે. સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેંજ મેનિપ્યુલેટર્સ કાયદા અંતર્ગત આગામી 9 ઓગસ્ટના આ લીલામ થશે. એના માટે વર્તમાનપત્રોમાં જાહેરાત આપવામાં આવી હોઈ એ અનુસાર આ સંપતિમાં મસુલા બિલ્ડિંગનો સમાવેશ છે. લીલામ પ્રક્રિયામાં સહભાગી થવા 25 લાખ રૂપિયા અગાઉથી જમા કરાવવા પડશે. આ રકમ 6 ઓગસ્ટ સુધી ભરવાની રહેશે. સંપતિનું લીલામ યશવંતરાવ ચવ્હાણ સભાગૃહમાં સવારના 10થી બપોરે 12 વાગ્યા સુધી થશે.

    9 સંપતિનું લીલામ કરવા બોલી મગાવવામાં આવી
    ગયા વર્ષે પણ દાઉદની સંપતિનું લીલામ કરવામાં આવ્યું હતું. આ સંપતિ સૈફી બુરહાની અપલિફ્ટમેંટ ટ્રસ્ટે 11 કરોડ 50 લાખ રૂપિયામાં ખરીદી કરી હતી. સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેંજ મેનિપ્યુલેટર્સ કાયદા અંતર્ગત આ સંપતિ ઉપરાંત ઔરંગાબાદ, વલસાડ, દમણ, સુરત અને અમદાવાદ ખાતેની 9 સંપતિનું લીલામ કરવા બોલી મગાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ સંપતિની જવાબદારી લેવી એવી સૂચના સુપ્રીમ કોર્ટે 20 એપ્રિલના કેન્દ્ર સરકારને આપી હતી. એ પછી સંપતિના લીલામ માટે પગલાં ભરવામાં આવ્યા હતા.

    ત્રણેય સંપતિ ખરાબ સ્થિતિમાં
    દાઉદની માતા અમીનાબી કાસકર અને બહેન હસીના પારકરે એન્ફોર્સમેંટ ડિપાર્ટમેંટ (ઈડી) અને અન્ય સંસ્થાઓએ આપેલા સંપતિ જપ્ત કરવાના આદેશ વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જો કે આ અરજી ફગાવી દેતા કોર્ટે લીલામનો આદેશ આપ્યો હતો. દરમિયાન મુંબઈની આ ત્રણેય સંપતિ અત્યંત ખરાબ સ્થિતિમાં હોઈ તે ભીંડીબજાર પુનર્વિકાસ અંતર્ગત આવે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ