Divya Bhaskar

Home » Maharashtra » Latest News » Mumbai » An Italian banker on a visit to Mumbai was allegedly Moletsted by a tour guide in a car

મુંબઈમાં ઈટાલિયન મહિલા સાથે કારમાં દુષ્કર્મ, પહેલા પીવડાવી બીયર

Divyabhaskar.com | Updated - Jul 02, 2018, 11:20 AM

દિલ્હીના ઈટાલિયન દૂતાવાસે પીડિત મહિલાને કહ્યા મુજબ તેણે મુંબઈમાં આવીને કોલાબા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

  • An Italian banker on a visit to Mumbai was allegedly Moletsted by a tour guide in a car
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    થોડો સમય બેન્ગલુરુમાં વિતાવ્યા પછી 11 જૂને મુંબઈ આવી હતી ઈટાલિયન મહિલા- પ્રતિકાત્મક તસવીર

    મુંબઈ: મુંબઈ જોવા માટે પર્યટક તરીકે આવેલી 37 વર્ષની ઈટાલિયન મહિલા પર ટુર ગાઈડે કેબમાં દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. નવી દિલ્હીના ઈટાલિયન દૂતાવાસે પીડિત મહિલાને કહ્યા મુજબ તેણે મુંબઈમાં આવીને કોલાબા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ હવે જુહુ પોલીસ કરી રહી છે.

    પીડિતા 11મી જૂને મુંબઈ આવી હતી

    પીડિતા નવેમ્બર 2017માં ભારતમાં સહેલગાહ અર્થે આવી હતી. થોડો સમય બેન્ગલુરુમાં વિતાવ્યા પછી 11 જૂને મુંબઈ આવી હતી. તે ગેટવેમાં પહોંચી હતી, જ્યાંથી મુંબઈ દર્શન કરવા માટે ખાનગી બસ વિશે પૂછપરછ કરી રહી હતી. તે સમયે તેને આરોપી પોતે ટુર ગાઈડ હોવાનું કહીને મળ્યો હતો. તેણે બસની બે ટિકિટ કઢાવી હતી.

    ટુર ગાઈડે માર્ગમાં કાર વાઈન શોપ પાસે રોકી

    કોલાબાથી બસ જુહુ આવી હતી જ્યાં આવ્યા પછી અહીં ફિલ્મ કલાકારોના ઘણા બધા બંગલો છે અને મોટી સંખ્યામાં પર્યટકો આવે છે એવું આરોપીએ જણાવ્યું હતું. આથી મહિલાએ તે જોવાની તૈયારી બતાવી હતી. આ મુજબ ગાઈડે તેને અમુક બંગલો બતાવ્યા હતા. આ પછી મહિલા દક્ષિણ મુંબઈમાં કફ પરેડ ખાતે જે હોટેલમાં ઊતરી હતી ત્યાં જ નજીકમાં પોતે રહેતો હોવાનું કહીને ગાઈડે ટેક્સી કરી હતી. માર્ગમાં એક વાઈન શોપ પાસે ઊભી રખાવી બિયર લીધો હતો.

    મહિલાને જબજદસ્તી બીયર પીવડાવી

    તેણે મહિલાને પણ બિયર પીવાની ઓફર કરી હતી. તેણે ઈનકાર કરતાં જબરદસ્તીથી પિવડાવી હતી. આ પછી પોતે પણ બિયર પીધો હતો, જે પછી ટેક્સીમાં જ શારીરિક અડપલાં શરૂ કર્યાં હતાં. મોઢું હાથથી દબાવીને દુષ્કર્મ કર્યું હતું. આ દરમિયાન મહિલાએ પોતાના મોબાઈલ ફોનમાં અમુક ફોટો કાઢી લીધા હતા. જો ફોટો કોઈને બતાવ્યા તો જાનથી ખતમ કરીશ એવી ધમકી ગાઈડે આપી હતી. રાત્રે 10.30 વાગ્યે તેણે મહિલાને હોટેલ નજીક છોડી હતી અને ત્યાંથી જતો રહ્યો હતો. સવારે ફરીથી ગાઈડે ઈન્સ્ટાગ્રામથી મહિલાનો સંપર્ક કર્યો હતો. જોકે મહિલા ડરી ગઈ હોવાથી 18 જૂને બેન્ગલુરુમાં જતી રહી હતી. 26 જૂને નવી દિલ્હીમાં ઈટાલિયન દૂતાવાસમાં આપવીતી કહી હતી.

  • An Italian banker on a visit to Mumbai was allegedly Moletsted by a tour guide in a car
    ટૂર ગાઈડે કેબમાં બીયર પીવડાવી દુષ્કર્મ આચર્યું- પ્રતિકાત્મક તસવીર
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending