• Home
  • Maharashtra
  • Latest News
  • Mumbai
  • 1 ઓગસ્ટ સુધી તમામ સાતબારા ડિજિટલ સહીથી મળશે | All Satabara Get Digital Signature Will Be Available

1 ઓગસ્ટ સુધી તમામ સાતબારા ડિજિટલ સહીથી મળશે

કોમ્પ્યુટરાઈઝ્ડ ડિજિટલ સહીવાળો સાતબારા આપનાર મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય બનશે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - May 02, 2018, 12:22 AM
1 ઓગસ્ટ સુધી તમામ સાતબારા ડિજિટલ સહીથી મળશે | All Satabara Get Digital Signature Will Be Available

મુંબઈ: કોમ્પ્યુટરાઈઝ્ડ ડિજિટલ સહીવાળો સાતબારા આપનાર મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય છે. અત્યાર સુધી 8 લાખ સાતાબારા ડિજિટલ સહીથી તૈયાર થયા હોઈ આગામી 1 ઓગસ્ટ સુધી રાજ્યના તમામ અઢી કરોડ ઉતારા ડિજિટલ સહીવાળા કરવામાં આવશે એવી ઘોષણા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી હતી. સાતબારા ડિજિટાઈઝેશનના કારણે જમીનના નોંધણી વ્યવહારમાં થતા ભ્રષ્ટાચાર પર અંકુશ આવવાનો હોઈ સંપૂર્ણ પ્રક્રિયા અત્યંત પારદર્શક થશે એમ પણ તેમણે જણાવ્યું હતું.


મહેસૂલ વિભાગ તરફથી આયોજિત ડિજિટલ સહીવાળા સાતબારાઓનું લોકાર્પણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે મંગળવારે કરવામાં આવ્યું હતું. મહેસીલ મંત્રી ચંદ્રકાંતદાદા પાટીલ કાર્યક્રમના અધ્યક્ષ પદે હતા. આ સમયે કલ્યાણ અને થાણે જિલ્લાના ખેડૂતોને પ્રતિનિધિક સ્વરૂપે ડિજિટલ સહીવાળા સાતબારા ઉતારાઓનું વિતરણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત આપણી ચાવડી વેબસાઈટ અને સાર્વજનિક બાંધકામ વિભાગે તૈયાર કરેલા રાજ્યના પુલોની રૂપરેખાના પુસ્તકનું પ્રકાશન પણ કરવામાં આવ્યું હતું. ગ્રામીણ ભાગોમાં સાતબારા જીવનનું અવિભાજ્ય અંગ હોય છે.

ગામડાઓમાં સાતબારા મળવું અને એ પણ ફેરફાર કરીને મળે એ મુશ્કેલ હતું. પણ હવે ઓનલાઈન સ્વરૂપની અને ડિજિટલ સહીવાળો સાતબારા મળવાથી નાગરિકોની અગવડ દૂર થશે. અત્યારે રાજ્યના 40 હજાર ગામમાં સાતબારા ઉતારા ઓનલાઈન થયા હોઈ એમાંથી 8 લાખ સાતબારા ઉતારા ડિજિટલ સહીવાળા છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સાતબારા ઉતારો સરકારી કામ માટે જ જરૂરી હોઈ ખેડૂતોએ એક વિભાગથી બીજા વિભાગ સુધી આપવો પડતો હતો.

એ મેળવવા માટે ખેડૂતોએ ધક્કા ખાવા પડતા હતા. પણ હવેથી જૂથ ક્રમાંક/સર્વે ક્રમાંક બેંકને અથવા સરકારી વિભાગને જણાવ્યા બાદ ફરીથી સાતબારા કાઢી આપવાની જરૂર નહીં રહે. બેંક અથવા સંબંધિત વિભાગ ઓનલાઈન એ સાતબારાની ખાતરી કરી લે એવી વ્યવસ્થા નિર્માણ કરી રહ્યા છીએ. એના કારણે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં વધારો થશે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

મહેસૂલ કેસ ઓછા કરવાનો પ્રયત્ન


મહેસૂલ વિભાગમાં જમીનના ફેરફાર, મોજણી વગેરે વિવાદ મોટા પ્રમાણમાં છે. તેથી મહેસૂલ કેસનું પ્રમાણ વધ્યું છે. ટેકનોલોજીના કારણે હવે જમીનની મોજણી કરવી સહેલું બન્યું છે. ડ્રોનના માધ્યમથી પણ મોજણી કરી શકાશે. તેથી ડિજિટાઈઝેશનના માધ્યમથી મહેસૂલ કેસ ઓછા કરવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરી રહી છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

સર્વાધિક નિર્ણય મહેસૂલ વિભાગના


છેલ્લા ત્રણ વર્ષમાં મહેસૂલ વિભાગે લીધેલા તમામ નિર્ણય લોકોનું જીવનધોરણ સુધારવા માટે ઉપયોગી છે. મહેસૂલ વિભાગ પાસે 150થી વધારે વર્ષોની નોંધ છે. આ તમામ નોંધનું ડિજિટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

X
1 ઓગસ્ટ સુધી તમામ સાતબારા ડિજિટલ સહીથી મળશે | All Satabara Get Digital Signature Will Be Available
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App