કચ્છ / CM સહિતના ઉચ્ચ તંત્રવાહકોનો મુંબઇનો ફેરો સાવ ફોગટ નિવડયો

after 55 days no satisfactory response from MumbaiGara Kachhi
X
after 55 days no satisfactory response from MumbaiGara Kachhi

  • એક વાર નહિ, 2 વાર બેઠક યોજાઇ પણ પરિણામ શુન્ય 
  • અછત સમયે મદદરૂપ બનવા માટે મહાજનોને કરાયેલી પહેલનો કોઇ પ્રતિસાદ નહિ 

Divyabhaskar.com

Jan 22, 2019, 10:59 AM IST
ભુજ: સમગ્ર કચ્છમાં અછતથી સર્જાયેલી સ્થિતી દિવસેને દિવસે કથળતી જાય છે. ત્યારે આ કારમા દુષ્કાળ સમયે મુંબઇ સતા કચ્છી શ્રેષ્ઠી મહાજનો માદરે વતન માટે સહયોગી બને તેવી અપીલ સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાજ્ય અને જિલ્લાના ઉચ્ચ તંત્રવાહકોએ મુંબઇમાં મેરેથોન બેઠક યોજી હતી. જોકે હાલની સ્થિતી જોતા સીએમ સહિતનો મુંબઇનો ફેરો ફોગટ નિવડયો હોવાની કડવી વાસ્તવિકતા સામે આવી રહી છે. 

2 મહિના બાદ પણ પરિણામ શૂન્ય

મુંબઇમાં CM રૂપાણી, સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ મંત્રી તારાચંદ છેડા, કલેકટર રેમ્યા મોહનની ઉપસ્થિતીમાં પહેલી બેઠક 26 નવેમ્બરના મળી હતી. તો તે પછી અછતના નાયબ કલેકટર પઠાણની ઉપસ્થિતીમાં 25 ડીસેમ્બરના દિવસે બીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ઼. 2 માસ જેટલો સમય વીતી ચુક્યો હોવા છતાં મુંબઇગરા કચ્છીઓ તરફથી અછત માટે મદદરૂપ થવા બાબતે કોઇ સાનુકુળ પ્રતિસાદ મળ્યો નથી. 1 નહિ પણ બેવાર બેઠક યોજાઇ હોવા છતાં પરિણામ શૂન્ય જ રહેતાં પોતાના માદરે વતન માટે શ્રેષ્ઠી મહાજનોને કેવા પ્રકારની સમસ્યા નડે છે કે વહિવટી પ્રશ્નો સતાવી રહ્યા છે તે બાબતે અનેક સવાલો પણ ખડા થઇ ગયા છે. સીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મુંબઇગરા કચ્છીઓએ અછતના આ કપરા કાળમાં મદદ માટે પાછીપાની નહિ કરીએ તેવો સધિયારો આપ્યો હતો. જયારે બીજી બેઠકમાં નિમયોની આંટીઘુંટી સહિતની સમસ્યા રજુ કરી હતી. અછત નાયબ કલેકટર એન.યુ.પઠાણને આ બાબતે પુછતાં તેમણે વહિવટી તંત્રનો મુંબઇના માહજનોને કોઇ સીધો સંર્પક હજુ સુધી કર્યો નથી. હા કેટલાક શ્રેષ્ઠીઓએ પોતાની રીતે ગામોમાં ઘાસચારો પહોંચતો કરવાની કામગીરી કરી હોવાનું જણાવ્યું હતું. 
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી