મુસાફરોની સવલતને ધ્યાનમાં રાખીને સરકારે લીધો નિર્ણય / કચ્છથી મુંબઈને જોડતી 3 ટ્રેન સહિત 14 ટ્રેનમાં જોડાશે વધારાના કોચ

DivyaBhaskar.com

Dec 04, 2018, 04:48 PM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

* મુસાફરોની સવલતને ધ્યાનમાં રાખીને સરકારે લીધો નિર્ણય
* કચ્છથી મુંબઈ જતી ટ્રેનોમાં સારા પ્રમાણમાં પ્રવાસીઓનો ધસારો હોય છે

કચ્છ: પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા 14 ટ્રેનમાં હંગામી ધોરણે વધારાના કોચ જોડવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કચ્છથી મુંબઈ આવતી જતી 3 ટ્રેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ કચ્છની 3 ટ્રેન સહિત 14 ટ્રેનમાં હંગામી ધોરણે વધારાના કોચ જોડવામાં આવશે.

રેલવે દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ


- ટ્રેન નં 22903/22904 બ્રાન્દ્રાથી ભુજ એસી એક્સપ્રેસમાં વધારાનો એક ટુ ટાયર ડબ્બો જોડવામાં આવશે. જેમાં બાન્દ્રાથી 2 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી અને ભૂજથી 3 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી થ્રી ટાયર કોચ જોડવામાં આવશે.

- કચ્છ એક્સપ્રેસ ટ્રેન નંબર 22955/22956માં બાન્દ્રાથી તારીખ 2 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી અને ભુજથી તારીખ 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી થ્રી ટાયર કોચ જોડવામાં આવશે.

- સયાજી એક્સપ્રેસ દાદર-ભૂજ ટ્રેનમાં દાદરથી તારીખ 2 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અને ભૂજથી 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી એક થ્રી ટાયર કોચ જોડવામાં આવશે.

- કચ્છ એક્સપ્રેસમાં ભૂજથી ડિસેમ્બરની તારીખ 20,24,27,31 દરમિયાન અને બાન્દ્રાથી તારીખ 21,25,28 અને 1 જાન્યુઆરીના આ ચાર દિવસ વધારાના કોચ જોડવામાં આવશે નહિં.

મહત્વનું છે કે કચ્છથી મુંબઈ જતી ટ્રેનોમાં સારા પ્રમાણમાં પ્રવાસીઓનો ધસારો હોય છે. જેને ધ્યાને રાખીને સરકારે મુસાફર વર્ગની સવલતમાં વધારો કરવા આ નિર્ણય લીધો છે. જો કે કેટલાક નાગરિકોએ વધારવામાં આવેવા કોચની કાયમી ધોરણે જોડવા માટે માંગ કરી છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી