Divya Bhaskar

Home » Maharashtra » Latest News » Mumbai » Actor Meenakshi Thapa kidnapped-The murderer junior artist pleaded guilty

અભિનેત્રી મિનાક્ષી થાપાનું અપહરણ- હત્યા કરનાર જુનિયર આર્ટિસ્ટ દોષી

Divyabhaskar.com | Updated - May 10, 2018, 03:20 AM

2012માં મિનાક્ષી થાપાનું જુનિયર આર્ટિસ્ટ અમિત જયસ્વાલે અપહરણ કર્યું હતું

  • Actor Meenakshi Thapa kidnapped-The murderer junior artist pleaded guilty
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    2012માં મિનાક્ષી થાપાનું જુનિયર આર્ટિસ્ટ અમિત જયસ્વાલે અપહરણ કર્યું હતું- ફાઈલ

    મુંબઈ: બોલીવૂડમાં નામ કમાવાનાં સપનાં લઈને દહેરાદુનથી મુંબઈ આવેલી અને મહેનતને જોરે બે ફિલ્મોમાં નાની ભૂમિકાઓ પણ મેળવનારી 26 વર્ષીય મીનાક્ષી થાપાનું 2012માં અપહરણ કરીને હત્યા કરનારાં જુનિયર આર્ટિસ્ટ અમિત જયસ્વાલ અને તેની પ્રેમિકા પ્રીતિ સરિનને સેશન્સ કોર્ટે દોષી ઠરાવ્યા છે. વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમ આ બંનેને આકરી સજા કરાવવા માટે ગુરુવારથી દલીલો કરશે.


    મીનાક્ષી દહેરાદુનમાં ડાન્સ સ્કૂલ અને સ્કેટિંગ સ્કૂલમાં ઈન્સ્ટ્રકટર તરીકે કામ કરતી હતી. મુંબઈમાં આવ્યા પછી તેણે ફ્રેન્કફિનમાં કોર્સ કરીને મહેનતને જોરે સહેર અને 40 ફિલ્મમાં નાની ભૂમિકા મેળવી હતી. આ પછી મધુર ભંડારકરની હિરોઈન ફિલ્મના સેટ પર અમિત અને પ્રીતિ સાથે ઓળખ થઈ હતી. પ્રીતિએ પોતે ધનાઢ્ય પરિવારની હોઈ શોખ માટે બોલીવૂડમાં કામ કરવા આવી છે એવી ગપ હાંકી હતી, જેને લઈ તેનું અપહરણ કરી આ બંનેએ થાપા પરિવાર પાસેથી રૂ. 15 લાખની માગણી કરી હતી.


    મીનાક્ષીની માતાએ હેમખેમ રૂ. 60,000 જમા કર્યા, જેની પરથી મીનાક્ષી ખોટું બોલી હતી એવો અંદાજ આવ્યો હતો. આથી બંને તેને અલાહાબાદમાં લઈ ગયા હતા, જ્યાં તેનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું. ધડ અલાહાબાદની એક ગટરમાં ફેંકી દીધું હતું, જ્યારે માથું બેગમાં ભરીને તેઓ ગોરખપુર રવાના થયા હતા, જ્યાં માર્ગમાં લાગ મળતાં તેમણે માથા સાથેની બેગ ફેંકી દીધી હતી, જે હજુ પોલીસને મળી નથી.


    મોબાઈલ અને એટીએમ કાર્ડ પરથી પોલીસે બંનેની ધરપકડ કરી હતી. બંને અલાહાબાદના છે અને ફિલ્મી દુનિયાનું આકર્ષણ હોવાથી મુંબઈ આવ્યા હતા અને નાનાં કામો મેળવી લીધાં હતાં, જે પછી ઝટપટ પૈસા કમાવાની લાહ્યમાં ગુનો કર્યો હતો.

    આગળ વાંચો: બાળકનું અપહરણ કરી હત્યા કરનારને બેવડી ફાંસી

  • Actor Meenakshi Thapa kidnapped-The murderer junior artist pleaded guilty
    બાળકનું અપહરણ કરી હત્યા કરનારને બેવડી ફાંસી- ફાઈલ

    બાળકનું અપહરણ કરી હત્યા કરનારને બેવડી ફાંસી


    નાગપુરમાં 11 વર્ષના યશ બોરકરનું જૂન 2013માં અપહરણ કરીને હત્યા કરનારા 21 વર્ષીય સંતોષ કાલવેને નાગપુર સેશન્સ કોર્ટે બેવડી ફાંસની સજા સંભળાવી છે. ઘરની સામે રમતાં બાળકનું અપહરણ પછી સંતોષે તેના પિતા પાસે રૂ. 2 લાખની માગણી કરી હતી. જોકે પોલીસે તેને પકડી પાડ્યો હતો. તપાસમાં તેણે બાળકની હત્યા અગાઉ કરી નાખી હોવાનું કબૂલ કર્યું હતું. બાળકના શરીર પર તેણે 22 ચાકુના ઘા ઝીંક્યા હતા, જેની ચાર કલાક પછી તેના પિતા પાસે ખંડણી માટે ફોન કોલ કર્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending