• Home
  • Maharashtra
  • Latest News
  • Mumbai
  • અભિનેતા દિગ્દર્શક હેમુ અધિકારીનું નિધન | Actor director Hemu adhikari death passed away

મુંબઈ: 81વર્ષીય અભિનેતા- દિગ્દર્શક હેમુ અધિકારીનું નિધન

અભિનેતા- દિગ્દર્શક હેમુ અધિકારીનું નિધન | Actor-director Hemu adhikari death passed away
Bhaskar News

Bhaskar News

May 23, 2018, 03:17 AM IST
મુંબઈ: વરિષ્ઠ દિગ્દર્શક અને અભિનેતા ડો. હેમુ અધિકારીનું દીર્ઘ બીમારી પછી મુંબઈના શિવાજી પાર્ક ખાતે તેમના નિવાસસ્થાને આજે નિધન થયું હતું. તેઓ 81 વર્ષના હતા. નાટક, ફિલ્મ અને ટીવી સિરિયલોમાં તેમણે કામ કર્યું હતું.તેઓ પ્રાયાગિક અને વ્યાવસાયિક રંગભૂમિ પર એક અગ્રગણ્ય નામ છે. 45 નાટકો, 16 મરાઠી અને હિંદી ફિલ્મ અને સાત સિરિયલોમાં તેમણે અભિનય કર્યો હતો. વજૂદ, લગે રહો મુન્નાભાઈ, ડિટેક્ટિવ નાની જેવી ફિલ્મ અને સંધ્યાછાયા, ઢોલતાશે, હસવા ફસવી જેવાં નાટકોમાં તેમણે યાદગાર કામ કર્યું હતું.વ્યવસાયે શાસ્ત્રજ્ઞ હેમુ અધિકારી લોકવિજ્ઞાન, અણ્વસ્ર વિરોધી શાંતિ ચળવળમાં કામ કરતા હતા. નાટક- ફિલ્મ- સિરિયલ જગત સાથે વિવેકશીલ વૈજ્ઞાનિક દષ્ટિકોણ માટે પણ તેઓ જાણીતા હતા. તેમના પશ્ચાત ઘરમાં પત્ની, બે પુત્રી અને એક પુત્ર છે.

X
અભિનેતા- દિગ્દર્શક હેમુ અધિકારીનું નિધન | Actor-director Hemu adhikari death passed away
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી