• Home
  • Maharashtra
  • Latest News
  • Mumbai
  • પુણેમાં પ્રેમિકાનો હત્યારો ટેટૂ પરથી પકડાયો | Accused Was Caught By Tattoo In Pune Murder Case

પુણેમાં પ્રેમિકાનો હત્યારો ટેટૂ પરથી પકડાયો

મૃતકને 25 વર્ષીય અયોધ્યા વૈદ્ય તરીકે ઓળખી કાઢવામાં આવી છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - May 15, 2018, 11:52 PM
પુણેમાં પ્રેમિકાનો હત્યારો ટેટૂ પરથી પકડાયો | Accused Was Caught By Tattoo In Pune Murder Case

મુંબઈ: 11 મેના રોજ પુણેના વિમાનગરમાં એક યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યા પછી મૃતદેહ બાળી મુકાયો હોવાથી ઓળખ થતી નહોતી, પરંતુ સાઈબર પોલીસે મૃતકના ટેટ્ટૂ પરથી મળેલા નામને આધારે ફેસબુકનો આધાર લઈને તેની ઓળખ સ્થાપિત કર્યા પછી આરોપીની ધરપકડ કરી છે.મૃતકને 25 વર્ષીય અયોધ્યા વૈદ્ય તરીકે ઓળખી કાઢવામાં આવી છે, જે ધનોરી વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી.

આ સંબંધે તેના પ્રેમી બાલાજી અને સાગરીત અનિકેતની ધરપકડ કરાઈ છે. બાલાજી હેર ડ્રેસર છે, જે પોતાનું સલૂન ચલાવે છે, જ્યાં અયોધ્યા સાથે બે વર્ષ પૂર્વે ઓળખ થતાં બાદમાં તેઓ પ્રેમમાં પડ્યાં હતાં.જોકે બાલાજી પરિણીત છે એ ખબર પડતાં બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. આથી 10 મેએ બાલાજીએ અયોધ્યાને ઓફિસની બહાર બોલાવી હતી, જ્યાંથી ફોસલાવીને સૂમસામ જગ્યામાં લઈ ચાકુના અનેક ઘા ઝીંકી હત્યા કરી હતી. આ પછી શરાબ નાખીને લાશને આગ ચાંપી હતી.

X
પુણેમાં પ્રેમિકાનો હત્યારો ટેટૂ પરથી પકડાયો | Accused Was Caught By Tattoo In Pune Murder Case
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App