આપઘાત / રાજકોટમાં પતિની મહારાષ્ટ્ર બદલી થતાં શિક્ષિકા પત્નીએ આત્મહત્યા કરી

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો
X
ફાઈલ ફોટોફાઈલ ફોટો

  • વિરહમાં ડિપ્રેશનમાં આવેલી પત્ની 1 મહિનાની રજા પર ઉતરી પિયર આવી ગઈ હતી

Divyabhaskar.com

Feb 07, 2019, 11:39 AM IST
રાજકોટ: પુષ્કરધામ પાસેના શ્યામપાર્કમાં પિતાના ઘરે આવેલા કોયાવાના શિક્ષિકાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. કોયાવામાં ફેક્ટરીમાં નોકરી કરતાં પતિની મહારાષ્ટ્ર બદલી થતાં પતિના વિયોગમાં ડિપ્રેશનમાં આવી શિક્ષિકાએ આ પગલું ભરી લીધું હતું.

શિક્ષિકાએ પિતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

શહેરના પુષ્કરધામ પાસેના શ્યામપાર્કમાં રહેતા પ્રવિણભાઇ નાનજીભાઇ ગાલોરીયાના ઘરે એક મહિનાથી આવેલી તેમની પુત્રી કોયાવાના ઇલાબેન રાજેશભાઇ પરમારે (ઉ.વ.45) પિતાના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહને પીએમ  અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
 
2. હું હતાશ થઈ ગઈ હતી,મારા છોકરાઓનું ધ્યાન રાખજો
પોલીસ સુત્રોના જણાવ્યું અનુસાર, ઇલાબેન કોયાવા ગામે સ્કુલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા અને તેમના પતિ કોયાવામાં અલ્ટ્રાટ્રેક પ્લાન્ટમાં નોકરી કરતા હતા. પતિ રાજેશભાઇની મહારાષ્ટ્ર પ્લાન્ટ ખાતે બદલી થતાં શિક્ષિકા ઇલાબેન ચિંતાતુર થઇ ગયા હતા, અને ડિપ્રેશનને કારણે એક મહિનાથી રજા પર ઉતરી રાજકોટ પિતાના ઘરે આવી ગયા હતા અને તેની સારવાર પણ ચાલુ હતું. ઇલાબેને સ્યુસાઇડનોટ લખી હતી જેમાં તેમના પિતાને ઉદેશીને લખ્યું હતું કે, તમે લોકોએ મારા માટે ખુબ કર્યું પણ હું હતાશ થઇ ગઇ હતી અને મારા છોકરાઓનું ધ્યાન રાખજો. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી