મુંબઈ / ઘાટકોપરમાં રહેતા ગુજરાતી યુવાનનું લદ્દાખમાં હાર્ટ-એટેકથી મોત

Divyabhaskar.com | Updated - Jan 11, 2019, 10:34 AM
ગુજરાતી યુવક ધવલ શાહ
ગુજરાતી યુવક ધવલ શાહ
X
ગુજરાતી યુવક ધવલ શાહગુજરાતી યુવક ધવલ શાહ

  • પરિવારનું કહ્યું માન્યું હોત તો જીવતો હોત આ ગુજરાતી યુવાન
  • ધવલના લગ્ન સાડા ચાર વર્ષ પહેલા જ થયા હતાં

મુંબઈ: જમ્મુ-કાશ્મીરના લદ્દાખમાં મુંબઈના ઘાટકોપરમાં રહેતા ગુજરાતી યુવક ધવલ શાહનું હાર્ટ-એટેકથી મૃત્યું થયું છે. બુધવારે સવારે ટ્રેકિંગ દરમિયાન લેહ ડ્રિસ્ટ્રિક્ટના ટીબ કેવ પાસે કાર્ડિઍક અરેસ્ટમાં તેનું મૃત્યુ થયું હતું. હાલ ધવલના મૃતદેહને મુંબઈ ખાતે લાવવામાં આવી રહ્યો છે. 

પરિવારની ના છતાં ધવલ લેહ-લદ્દાખ ટ્રેકિંગમાં ગયો હતો

1.ઘાટકોપરમાં કન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટનો બિઝનેસ કરતો 34 વર્ષનો ધવલ નાનપણથી જ ટ્રેકિંગ અને અન્ય રમતગમતનો જબરો શોખીન હતો. સ્કૂલ અને કૉલેજ લાઇફમાં ધવલ અનેક સાહસિક ટ્રેકિંગ કરી ચૂક્યો હતો. ધવલ સુરેશ શાહનો એકનો એક પુત્ર હતો અને તેના લગ્ન સાડા ચાર વર્ષ પહેલા જ થયા હતા. ધવલની મોટી બહેનના જણાવ્યા અનુસાર ધવલ ચોથી જાન્યુઆરીએ ઘરેથી વાયા દિલ્હી લેહ-લદ્દાખ ટ્રેકિંગ માટે ગયો હતો. ધવલ માટે આ એક મોટું સાહસ હતું એટલે અમારા પરિવારના સભ્યોએ તેને જવા માટે ઇનકાર કર્યો હતો. જોકે તે મક્કમ હતો. તેને આ સાહસ કરવું જ હતું. આથી તે અમને બધાને સમજાવીને લદ્દાખ ટ્રેકિંગ કરવા ગયો હતો. કોને ખબર હતી કે તેનું આ સાહસ મોતમાં પરિણમશે. હાલ ધવલના મૃતદેહને લેહ-લદ્દાખથી મુંબઈ ખાતે લાવવામાં આવી રહ્યો છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App