મુંબઈ: કોલેજ બહાર વિદ્યાર્થીની હત્યા, ગેટની આગળ બોલાવી છરીના ઘા માર્યા

A College Student Murdered Outside The Gate By Weapons Attack

DivyaBhaskar.com

Jul 27, 2018, 11:12 AM IST

મુંબઈ: મુંબઈના ભાંડુપ ખાતે કોલેજની બહાર જ વિદ્યાર્થીની હત્યા કરવાની ઘટના ગુરુવારે સવારના બની હતી. સુશીલ વર્મા (17) નામના આ વિદ્યાર્થીની હત્યા ધોળેદિવસે કોલેજની બહાર કરવામાં આવતા પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. હત્યાનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નહોતું.


ગુરુવારે સવારના સુશીલ પર કોલેજની બહાર અજ્ઞાત વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. મોઢાં પર રૂમાલ બાંધીને આવેલા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારથી સુશીલ પર વાર કર્યો હતો. એમાં સુશીલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. સુશીલનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હોઈ એની હત્યા શા માટે કરવામાં આવી એ હજી ખબર પડી નથી.


સવારના 10થી 11 વાગ્યાના સુમારે સુશીલને બે જણે ફોન કરીને કોલેજની બહાર બોલાવ્યો હતો. એ પછી સુશીલ ગેટની બહાર આવ્યો ત્યારે એના પર હુમલો કરવામાં આવ્યો હતો. ભાંડુપ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શ્રીનિવાસ પન્હાળેએ આપેલી માહિતી અનુસાર અજ્ઞાત વ્યક્તિઓએ સુશીલને ક્લાસની બહાર બોલાવ્યો હતો અને એના પર ચાકુથી ઝડપી વાર કર્યા હતા. ક્લાસની બહાર ગયેલો સુશીલ ઘણા સમય સુધી પાછો ન આવતા એના મિત્રો સુશીલને શોધવા બહાર પડ્યા હતા. એ સમયે સુશીલને લોહીના ખાબોચિયામાં પડેલો જોવાયો હતો.

(ઘટનાને દર્શાવવા માટે પ્રતિકાત્મક તસવીર)

X
A College Student Murdered Outside The Gate By Weapons Attack
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી