બુલેટ ટ્રેન માટે મહારાષ્ટ્ર અને ગુજરાતના 6500 જમીનમાલિકોએ તેમની જમીનનો કબજો છોડવો પડશે

ટ્રેન માટે થાણે ખાડીમાંથી 21 કિમીનું બોગદું કાઢવામાં આવશે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 02:26 AM
6500 landowners have to leave their land for bullet train

મુંબઈ: મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પ માટે મોટે પાયે ખાનગી જમીનો સંપાદન કવામામાં આવવાની હોઈ તે માટે સંયુક્ત ગણતરી સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આ સર્વેક્ષણ આગામી બે મહિનામાં પૂરું થવાની શક્તા છે. જોકે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનના અંદાજ અનુસાર પ્રકલ્પને લીધે મહારાષ્ટ્ર અને ગુજરાતના 6500 જમીન માલિકોને જમીનનો કબજો છોડવો પડશે.


લગભગ 508 કિમી અંતરની મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પ માટે 1415.75 હેક્ટર જમીનની જરૂર પડશે. તેમાં મહારાષ્ટ્રની 246.42 હેક્ટર જમીનનો સમાવેશ થાય છે. જ્યારે ભિવંડીમાં કારશેડ ઊભું કરાશે. આ પ્રકલ્પમાં મોટે પાયે ખાનગી જમીન બાધિત થતી હોવાથી આ પ્રકલ્પને મહારાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાંથી વિરોધ થઈ રહ્યો છે. આમ છતાં પ્રકલ્પને ગતિ આપવામાં આવી રહી છે. પ્રકલ્પ વિરુદ્ધ ગુજરાતના કેટલાક જમીન માલિકોએ કોર્ટમાં ધા પણ નાખી છે. જોકે તેમનો વિરોધ છતાં સર્વેક્ષણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જે તે જિલ્લાના કલેક્ટરોના સહયોગતી આ સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે.


460 કિમી પ્રકલ્પ માર્ગની જમીન ખાનગી છે. તેમાંથી 284 કિમી માર્ગની જમીનનું સર્વેક્ષણ પૂરંુ થયું છે. થાણેમાં સર્વેક્ષણ 50 ટકા પૂરું થયું છે, જ્યારે પાલઘર, ભિવંડીમાં પૂરું થવામાં છે. પ્રથમ તબક્કામાં 2022માં બુલેટ ટ્રેન ગુજરાતના સુરતથી બિલિમોરા સુધી ચલાવવાનું નિયોજન કરવામાં આવી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનના વ્યવસ્થાપકીય સંચાલક અચલ ખરેએ સંયુક્ત સર્વેક્ષણ ચાલી રહ્યું છે સમર્થન આપ્યું હતું. જોકે જમીનનો ચોક્કસ આંકડો અને તે માટે કેટલું આર્થિક વળતર આપવામાં આવશે તે સર્વેક્ષણ પૂરું થયા પછી જ જણાવી શકાશે, એમ ખરેએ જણાવ્યું હતું.

X
6500 landowners have to leave their land for bullet train
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App