• Home
  • Maharashtra
  • Latest News
  • Mumbai
  • 58 વર્ષના જજે રાત્રે 3.30 વાગ્યા સુધી સુનાવણી કરી 16 કલાકમાં 135 કેસ સાંભળ્યા | 58 Year Old Judge Hearing On 135 Cases In 16 Hours Hearing

58 વર્ષના જજે રાત્રે 3.30 વાગ્યા સુધી સુનાવણી કરી 16 કલાકમાં 135 કેસ સાંભળ્યા

બોમ્બે હાઈકોર્ટના 156 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત સુનાવણી આટલી લાંબી ચાલી

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - May 06, 2018, 03:53 AM
58 વર્ષના જજે રાત્રે 3.30 વાગ્યા સુધી સુનાવણી કરી 16 કલાકમાં 135 કેસ સાંભળ્યા | 58 Year Old Judge Hearing On 135 Cases In 16 Hours Hearing

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટના જજ જસ્ટિસ શાહરુખ જે. કાથાવાલા શુક્રવારે સવારે શનિવાર રાત્રે 3.30 સુધી સતત 16 ક્લાક કોર્ટરૂમમાં સુનાવણી કરતા રહ્યા. રાત્રે 3.30 વાગ્યા સુધી ખુલ્લી રહેલી તેમની કોર્ટ નંબર-20માં વકીલો અને અરજદારોની ભીડ લાગેલી રહી. હકીકતમાં ઉનાળાના વેકેશનના કારણે હાઈકોર્ટ 3 જૂન સુધી બંધ રહેશે. શુક્રવારે અંતિમ વર્કિંગ ડે હતો. જસ્ટિસ કાથાવાલા રજા પર જતા પહેલાં તેમની સમક્ષના વધુમાં વધુ કેસનો ઉકેલ લાવવા માગતા હતા.

જજોના ગયાના 10 કલાક બાદ સુધી તે કોર્ટમાં બેઠા રહ્યા. તેમણે 135 કેસ સાંભળ્યા. તેમાંથી 70 અનિવાર્ય હતા. 58 વર્ષના જસ્ટિસ કાથાવાલાએ આ દરમિયાન માત્ર 20 મિનિટ સુધી બ્રેક લીધો. તેમણે થાક્યા વિના દરેક તર્ક ધ્યાનથી સાંભળીને આદેશ આપ્યા. કોર્ટના એક કર્મચારી મુજબ આટલી લાંબી સુનાવણી બાદ પેન્ડિંગ કામ ઉકેલવા માટે શનિવારે સવારે તે નિશ્ચિત સમયે ચેમ્બરમાં પહોંચી ગયા હતા. બોમ્બે હાઈકોર્ટના 156 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત રાત્રે 3.30 વાગ્યા સુધી કોર્ટ ખુલ્લી રહી. અહીં 30-40 વર્ષથી વકીલાત કરી રહેલા લોકોએ કહ્યું કે તેમણે આવું ક્યારેય જોયું કે સાંભળ્યું નથી.

એક સપ્તાહથી રાતે કેસ સાંભળી રહ્યા હતા

જસ્ટિસ કાથાવાલા આર્બિટ્રેશન, ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ અને કોમર્શિયલ કેસોની સુનાવણી કરે છે. પેન્ડેન્સી ઓછી કરવા માટે એક સપ્તાહથી અડધી રાત સુધી રોકાઈને સુનાવણી કરે છે. બે સપ્તાહ પહેલાં પણ તેમણે પોતાની ચેમ્બરમાં અડધી રાત સુધી એક કેસની સુનાવણી કરી હતી. હાઈકોર્ટમાં સુનાવણી 11 વાગ્યે થાય છે, પરંતુ જસ્ટિસ કાથાવાલા 10 વાગ્યે જ આવે છે.

જજે ધીરજપૂર્વક વાત સાંભળી અને આદેશ આપ્યા

- જસ્ટિસ કાથાવાલા રાત્રે 3.30 વાગ્યે પણ એકદમ ફ્રેશ દેખાતા હતા. મારો વારો અંતિમ હતો. ત્યારે પણ જજે ધીરજપૂર્વક વાત સાંભળી અને આદેશ આપ્યા. - પ્રવીણ સમદાની, સિનિયર એડવોકેટ

કેસની સુનાવણી બાદ પણ હું કોર્ટરૂમમાં જ રોકાઈ રહ્યો

- આ હાઈકોર્ટ માટે એક ઐતિહાસક ઘટના હતી. પ્રોપર્ટી સાથે સંકળાયેલા મારા કેસની સુનાવણી બાદ પણ હું કોર્ટરૂમમાં જ રોકાઈ રહ્યો. - આશિષ મહેતા, એડવોકેટ

X
58 વર્ષના જજે રાત્રે 3.30 વાગ્યા સુધી સુનાવણી કરી 16 કલાકમાં 135 કેસ સાંભળ્યા | 58 Year Old Judge Hearing On 135 Cases In 16 Hours Hearing
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App