લાપત્તા / મુંબઈના ભાયંદરનો 41 વર્ષનો ગુજરાતી યુવાન ગુમ, પોલીસ તપાસ શરૂ

દિલખુશ જૈન
દિલખુશ જૈન

  • ભાયંદર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ

Divyabhaskar.com

Feb 02, 2019, 03:07 PM IST

મુંબઈ: ભાયંદર(વેસ્ટ)ના ઠાકુર ગલીમાં આવેલા શંખેશ્વર આર્કે‍ડમાં રહેતા 41 વર્ષના દિલખુશ જૈન 2 દિવસથી લાપત્તા છે. એક ફેબ્રુઆરીએ તેમના ઘરેથી સવારે નીકળ્યા અને દરરોજની જેમ ગુલાલવાડીમાં કામ પર જાઉં છું એવું કહ્યું હતું. પરંતુ એ દિવસે મોડી રાત થવા આવી છતાં પાછા ન આવતાં પરિવારને ભારે ચિંતા થઈ હતી અને તેમણે બધે દિલખુશની તપાસ કરી પણ કોઈ ભાળ મળી નહોતી. અંતે તેમણે ભાયંદર પોલીસ-સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.

ભાયંદર સ્ટેશનના CCTVમાં પણ દિલખુશ જોવા ન મળ્યો
દિલખુશના મિત્રના જણાવ્યા અનુસાર, દિલખુશ ગુલાલવાડીમાં ઇમિટેશન જ્વેલરીની દુકાનમાં કામ કરે છે. દિલખુશ પહેલી ફેબ્રુઆરીએ સવારે સાડાનવ વાગ્યે ઘરેથી કામ પર જાઉં છું એમ કહીને નીકળ્યો હતો. ત્યાર બાદ તેને ફોન કરતાં સતત બંધ જ આવી રહ્યો છે અને મોડી રાત થવા આવી છતાં તેનો કોઈ પત્તો નથી લાગી રહ્યો. તેના બધા મિત્રો, કામ પર, સંબંધીઓને ત્યાં પૂછપરછ કરી પણ કોઈને તેના વિશે કંઈ ખબર નથી. ભાયંદર સ્ટેશને પણ CCTV કૅમેરાની તપાસ કરી પણ ત્યાં દેખાયા નથી. દિલખુશને બે બાળકો પણ છે અને તેનો પરિવાર ખૂબ જ ચિંતામાં જોવા મળી રહ્યો છે. એથી અમે બધા મળીને તેને ઠેકઠેકાણે શોધી રહ્યા છીએ.

X
દિલખુશ જૈનદિલખુશ જૈન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી