Divya Bhaskar

Home » Maharashtra » Latest News » Mumbai » સીએસએમટીની ઐતિહાસિક ઈમારતનું 131મા વર્ષમાં પદાર્પણ | 131st year of the historic building of CSMT

સીએસએમટીની ઐતિહાસિક ઈમારતનું 131મા વર્ષમાં પદાર્પણ

Divyabhaskar.com | Updated - May 22, 2018, 03:53 AM

1878માં શરૂ થયેલું નિર્માણકાર્ય 20 મે,1888માં પૂરું થયું હતું

  • સીએસએમટીની ઐતિહાસિક ઈમારતનું 131મા વર્ષમાં પદાર્પણ | 131st year of the historic building of CSMT

    મુંબઈ: યુનેસ્કોએ વૈશ્વિક વારસો તરીકે સમાવિષ્ટ કરેલા આધુનિક સમયના સ્થાપત્ય શૈલીનો અદભુત નમૂનો મુખ્ય રેલવેનું મુખ્યાલય એવી ઓળખ ધરાવતા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) ઈમારતને રવિવારે 130 વર્ષ પૂર્ણ થયાં. ગોથિક શૈલીમાં ઉત્કૃષ્ટ બાંધકામનો નમૂનો સીએમએસટી ઈમારતનો સોમવારે 131મા વર્ષમાં પ્રવેશ કર્યો હોઈ આજે પણ તેને પર્યટન તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. રોજ લાખ્ખો પ્રવાસીઓ આવજા કરે છે એવી સીએમએસટી ઈમારતનાં સૌંદર્યનાં વખાણ દુનિયાભરમાં થાય છે.


    બ્રિટિશકાળમાં એશિયા ખંડની વિશિષ્ટતાપૂર્ણ અને સૌથી મોટી વાસ્તુ તરીકે સીએમએસટીની ઓળખ છે


    બ્રિટિશકાળમાં એશિયા ખંડની વિશિષ્ટતાપૂર્ણ અને સૌથી મોટી વાસ્તુ તરીકે સીએમએસટીની ઓળખ છે. સ્થાપત્ય, સૌંદર્યશાસ્ત્રીમાં અવ્વલ નીવડેલી આ ઈમારત પર્યટકો, અભ્યાસુઓની આંખોને આજે પણ આંજી દે છે. સાંજ પછી ઈમારતની રોશનાઈ મોહિત કરે છે.એશિયાનો પહેલો રેલવે પ્રવાસ આ તત્કાલીન બોરીબંદરથી થાણેમાં 16 એપ્રિલ, 1785ના થયો હતો. આ રેલવે પ્રવાસ માટે સ્થાપન કરવામાં આવેલી ગ્રેટ ઈન્ડિયન પેનિનસુલા રેલવે કંપનીનું કાર્યાલય આરંભમાં મુંબઈના આધ્ય શિલ્પકાર તરીકે ઓળખવામાં આવતા નાના શંકર શેઠના ઘરમાં હતું.

    તે પછી આ ઈમારત બાંધવાનું કામ ફ્રેડરિક વિલિયમ સ્ટીવને 1878માં શરૂ કર્યું. આ ઈમારત 20 મે, 1888માં પૂર્ણ થઈ. તે માટે રૂ. 16.14 લાખ ખર્ચ થયો.1887માં આ ઈમારતને વિક્ટોરિયા ટર્મિનસ નામ આપવામાં આવ્યું હતું. આ પછી 1996માં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ નામકરણ કરવામાં આવ્યું હતું. આ ઈમારત પૂર્વ- પશ્ચિમ બાંધવામાં આવી હોઈ તેનો આકાર સી પદ્ધતિનો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending