• Home
  • Local
  • Mumbai
  • 131 hectares forest damage in ahmedabad mumbai for bullet train project

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ / અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ માર્ગથી 131.30 હેક્ટર વનક્ષેત્રને નુકસાન

131-hectares-forest-damage-in-ahmedabad-mumbai for bullet  train project

Divyabhaskar.com

Jan 10, 2019, 12:27 PM IST

દિલ્હી: સરકારે અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલ માર્ગના નિર્માણથી મૈનગ્રોવ વનક્ષેત્ર સહિત 131.30 હેકટર વનક્ષેત્રને નુકસાન પહોંચવાની વાતનો સંસદમાં સ્વીકાર કર્યો છે. વન અને પર્યાવરણ મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું કે આ પ્રોજેકટથી મહારાષ્ટ્ર અને ગુજરાતની વનવિસ્તારની જમીન પ્રભાવિત થશે. તેમાં પાલઘરમાં સૌથી વધુ 34.19 હેક્ટર, દહાણુમાં 29.05 હેક્ટર અને થાણામાં 28.44 હેક્ટર સહિત 131.30 હેક્ટર વનક્ષેત્રને નુકસાન પહોંચશે. આ પ્રોજેક્ટને પર્યાવરણ મંજૂરી આપવા વિશે તેમણે સ્પષ્ટ કર્યુ કે અત્યાર સુધી મંત્રાલયને આ પ્રોજેક્ટનો કોઈ પ્રસ્તાવ નથી મળ્યો. તેમજ પર્યાવરણ પ્રભાવ મૂલ્યાંકન અધિસુચના 2006ના કાર્યક્ષેત્રમાં રેલવે પ્રોજેક્ટનો સમાવેશ નથી કરવામાં આવતો.

X
131-hectares-forest-damage-in-ahmedabad-mumbai for bullet  train project

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી