Home » Maharashtra » Latest News » Mumbai » સેનાના નેતાની હત્યા માટે 10 લાખની સોપારી અપાઈ | 10 lakhs of Bribe have been given for killing the leader of the shiv sena

સેનાના નેતાની હત્યા માટે 10 લાખની સોપારી અપાઈ

Divyabhaskar.com | Updated - May 09, 2018, 03:50 AM

એસઆરએ વિવાદમાંથી આરોપીઓએ રૂ. 10 લાખની સોપારી આપીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે

  • સેનાના નેતાની હત્યા માટે 10 લાખની સોપારી અપાઈ | 10 lakhs of Bribe have been given for killing the leader of the shiv sena

    મુંબઈ: કાંદિવલી આકુર્લી રોડ ખાતે શિવસેનાના ભૂતપૂર્વ ઉપશાખા પ્રમુખ સચિન વસંત સાવંતની (50)ની 22 એપ્રિલે ભરચોકમાં ગોળી મારીને હત્યા કરવા સંબંધે પોલીસે ઉત્તર પ્રદેશથી છ જણ સહિત સાતની ધરપકડ કરી છે. એસઆરએ વિવાદમાંથી આરોપીઓએ રૂ. 10 લાખની સોપારી આપીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.22 એપ્રિલે સચિન મિત્ર સાથે બાઈક પરથી ઘેર જતો હતો ત્યારે તેમને બે જણે રોક્યો હતો. બાઈક રોકતાં એક જણે નજીક આવીને છાતીમાં એક ગોળી મારી હતી,

    ઉત્તર પ્રદેશથી 6 સહિત સાતની ધરપકડ

    જે પછી બીજાએ પાંચ ગોળી ધરબીને તેઓ પગપાળા ભાગી ગયા હતા.આ કેસમાં ઉત્તર પ્રદેશથી લોકેશ દેવન્દ્ર સિંગ (25), અભય ઉર્ફે બારક્યા કિસન સાળુંકે પાટીલ (26), સત્યેન્દ્ર ઉર્ફે સોનુ રામજી પાલ (24), નિલેશ રમાશંકર શર્મા (27), બ્રિજેશ શ્રીપ્રકાશ સિંગ (28), અમિત નિરંજન સિંગ (25) અને મલાડથી બ્રિજેશ ઉર્ફે બ્રિજા નથુરામ પટેલ (36)ની ધરપકડ કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending

વીડિયો વધુ જુઓ