ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Maharashtra » Latest News » Mumbai» Mukash Ambani Son Akash Got Engage With Diamond King Russell Mehta

    ચર્ચાતો સવાલઃ મુકેશ અંબાણીના દીકરા આકાશની સગાઈ થઈ રહી છે?

    DivyaBhaskar.com | Last Modified - Mar 05, 2018, 12:14 PM IST

    ડાયમંડ કિંગ રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે આકાશની સગાઈ થશે એવો પીટીઆઈનો અહેવાલ
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      આકાશ અંબાણી અને મુકેશ અંબાણીની ફાઇલ તસવીર

      મુંબઇ: જાણકારોની વાત જો સાચી હોય તો દેશના અવ્વલ ઔદ્યોગિક ઘરાણાના આંગણે ઢોલ વાગવાની તૈયારી થઈ રહી છે. ધીરુભાઈ અંબાણીના પૌત્ર અને મુકેશ અંબાણીના પુત્ર આકાશની સગાઈ બહુ જલ્દી થવાની છે એવા સમાચાર પીટીઆઈ દ્વારા વહેતાં થયા પછી ઔદ્યોગિક અને ગ્લેમર વિશ્વમાં હાલ તે ટોકિંગ પોઈન્ટ બન્યા છે.

      પહેલો સવાલ તો એ થાય કે દેશના આ સૌથી ધનાઢ્ય ખાનદાનની વહુ બનવાનું સદભાગ્ય મેળવનાર છોકરી કોણ છે? કેટલાંક સૂત્રો આ સવાલના જવાબમાં જેનાં તરફ આંગળી ચિંધે છે તેનું નામ છે શ્લોકા. શ્લોકા પણ અબજોપતિ પરિવારની દીકરી છે. તેના પિતા રસેલ મહેતા ડાયમંડ કિંગ તરીકે બહુ મોટી નામના ધરાવે છે. હાલ અંબાણી અને મહેતા પરિવાર નનૈયો ભણે છે, પરંતુ જો સૂત્રો દ્વારા માહિતી મળતી સાચી હોય તો કેટલાંક અઠવાડિયામાં આકાશ અને શ્લોકાની સગાઈની તેમજ ડિસેમ્બરમાં લગ્નની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

      ઉલ્લેખનીય છે કે, રોઝી બ્લ્યુ ડાયમન્ડના માલિક રસેલ મહેતા અને અંબાણી પરિવાર વચ્ચે લાંબા સમયથી ઘરોબો છે તેમજ આકાશ અને શ્લોકા બંને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણ્યાં હોવાથી એકમેક સાથે જૂનો પરિચય ધરાવે છે. પીટીઆઈ દ્વારા આ સમાચારની ખરાઈ માટે અંબાણી અને મહેતા પરિવારને કેટલાંક ઈમેઈલ કરવામાં આવ્યા હતા પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો ન હતો.

      આગળની સ્લાઇડ્સમાં વાંચો, આકાશ હાલમાં રિલાયન્સ જીયોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરાયો....

    • આકાશ અંબાણીની પરિવાર સાથેની ફાઇલ તસવીર
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      આકાશ અંબાણીની પરિવાર સાથેની ફાઇલ તસવીર

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Mukash Ambani Son Akash Got Engage With Diamond King Russell Mehta
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Maharashtra

    Trending

    Top
    `