બોરીવલીના હીરાની લૂંટ કેસમાં મહિ‌લા સહિ‌ત છની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોરીવલીમાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની સામે ૯ મેના રોજ ધોળેદહાડે સુરતથી લવાયેલા રૂ. ૬.૪૯ કરોડના હીરાની કેસમાં એસીપી પ્રફુલ્લ ભોસલે, પીઆઈ મિલિંદ ખેતલે, એપીઆઈ અશોક ખોતની ટીમે છ આરોપીની ધરપકડ કરી છે. મુદ્દામાલ સાથે ગુનો કરવા માટે ઉપયોગ કરેલાં શસ્ત્રો પણ જપ્ત કરાયાં છે. આ કેસમાં ઉત્તર પ્રદેશના જૌનપુરના વતની અને મુંબઈમાં નાલાસોપારામાં રહેતા ઉદયભાન જામિનાદ ઠાકુર ઉર્ફે ડોક્ટર (૪૨), ઓમપ્રકાશ અવધેશ સિંગ ઉર્ફે નનકઉ (૨૩), વસઈનો રહેવાસી રાકેશ વિજય સરોજ (૪૦), ધીરજ ઈશ્વર બહાદુર સિંહ (૨૮), બિપિન રામઅકબાલ સિંગ (૨૩) અને સાવિત્રી અખિલેશ ઠાકુર (૩૮)નો સમાવેશ થાય છે.
આમાંથી ઉદયભાન સૂત્રધાર છે, જે ઘટનાના દિવસે સિક્યુરિટી વેન ચલાવતો હતો અને સંપૂર્ણ યોજના પણ તેની જ હતી. તેની સાથે ઓમપ્રકાશ અને રાકેશ રોકોર્ડ પરના ગુનેગારો છે. આરોપીઓ પાસેથી લૂંટનો ૮૦ ટકા માલ, એક રિવોલ્વર, બે દેશી રિવોલ્વર, ૧૨ કારતૂસ, ચાકુ, ચોરેલા ત્રણ મોબાઈલ હેન્ડસેટ, ગુનામાં ઉપયોગ કરેલી તવેરા ગાડી જપ્ત કરાયાં છે. એ. આર. સિક્યુરિટીના સુપરવાઈઝર રમેશકુમાર ગણેશપ્રસાદ ગુપ્તા (૩પ)ની ફરિયાદ પરથી પોલીસે તપાસ શરૂ કરી હતી. ફરિયાદ મુજબ સુરતના હીરાના વેપારીઓના રૂ. ૬.૪૯ કરોડ મૂલ્યના હીરા અને સોનાના દાગીનાનો માલ બીકેસીમાં ભારત ડાયમંડ બુર્સ (બીડીબી)માં અમુક વેપારીઓને પહોંચાડવાનો હતો. આ માટે માલ સાથે સિક્યુરિટી સુપરવાઈઝર ગુપ્તા, કુરિયર કંપનીના ત્રણ કર્મચારી સાથે ૯મી મેના બપોરે ૩.૩૦ વાગ્યે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાંથી બોરીવલી સ્ટેશને ઊતર્યા હતા.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...