ટીબી હોસ્પિટલમાં સ્ટાફ જ રોગનો ભોગ બનવા માંડ્યો : ત્રણ દિવસમાં બે મૃત્યુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ટીબીએ પિતા બાદ તેમના જ સ્થાને નોકરી કરતા પુત્રનો પણ ભોગ લીધો
- દર્દીઓની સારવાર કરતા સ્ટાફ જ રોગનો ભોગ બનવા માંડ્યો.

શિવરીની ટીબી હોસ્પિટલના કર્મચારીઓનું ટીબીના કારણે મૃત્યુ થવાનું વિષચક્ર હજી પણ ચાલુ છે. આ હોસ્પિટલમાં કામ કરનારા પિતાનું મૃત્યુ ટીબીના કારણે થયા પછી તેમના દીકરાને અનુકંપાના ધોરણે નોકરી પર રાખવામાં આવ્યો. કેટલાંક વર્ષો પછી તેનું મૃત્યુ પણ ટીબીને કારણે થયું. છેલ્લા ત્રણ દિવસમાં આ હોસ્પિટલના બે કર્મચારીઓનું ટીબીના કારણે મૃત્યુ થયું હતું. આ હોસ્પિટલમાં ૨૦૦૮થી ૩૪ કર્મચારી ટીબીના કારણે મૃત્યુ થયાં છે. ૨૦૧૦માં ૧૧ કર્મચારીઓ ટીબીથી મૃત્યુ પામ્યા હતા.

મુંબઈ મહાપાલિકાની શિવરી ખાતે આવેલી ટીબી હોસ્પિટલમાં બે વર્ષ પહેલાં સફાઈ કર્મચારી તરીકે કામ પર લાગેલા હસમુખ સોલંકી નામના કર્મચારીનું સોમવારે ટીબીને કારણે મૃત્યુ થયું હતું. તેની પાછળ કુટુંબમાં પત્ની અને ત્રણ બાળકો છે. કમનસીબ વાત એટલે હસમુખના પિતા પણ આ જ હોસ્પિટલમાં કામ પર હતા. તેમનું મૃત્યુ પણ ટીબીથી થયું હતું. તેમના પછી હસમુખ ત્યાં નોકરીએ લાગ્યો હતો. આ જ બીમારીએ તેને કાળનો કોળિયો બનાવ્યો. હસમુખની સારવાર આ હોસ્પિટલમાં થઈ રહી હતી. તેને ત્રીજી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આગળ વાંચો, દર્દીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો ......