તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતથી ૧ કરોડનું ચરસ મુંબઈમાં વેચવા આવેલા ત્રણની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના જામનગરથી રૂ. ૧ કરોડનું ચરસ મુંબઈમાં વેચવા આવેલા બે સહિ‌ત ત્રણ જણની ક્રાઈમ બ્રાન્ચે અંધેરી પવઈથી ધરપકડ કરી છે. આ ત્રણેયને રિમાંડ પર લઈને ક્રાઈમ બ્રાન્ચે તેમના આકાઓની હવે તપાસ કરી રહી છે. ગુજરાતથી પિસ્તા રંગની ટાટા નેનોમાં ગુજરાતના જામનગર સ્થિત ફિરોજ ઈલિયાસ સુંભાનિયા (૩૩), શબ્બીર અબ્દુલ સુંભાનિયા (૩પ) અને મુંબઈમાં તેમની પાસેથી માલ ખરીદી કરનાર સલીમ ઈસ્માઈલ ડોલા (૪૬)ની ક્રાઈમ બ્રાન્ચની ઘાટકોપર શાખાએ ધરપકડ કરી છે. નેનો કાર પણ જપ્ત કરી છે.

આરોપીઓ પવઈના સાકી વિહાર રોડ પર મહાકાલી માતા મંદિર સામે ડો. બાબાસાહેબ આંબેડકર ઉદ્યાન ગેટ નં. ૧ ખાતે ચરસનો સોદો નક્કી કરવા આવ્યા ત્યારે પોલીસે છટકું ગોઠવીને ત્રણેયની ધરપકડ કરી હતી. ત્રણેય પાસેથી અને કારમાંથી ૭૯ કિલો ચરસ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. ૧ કરોડ જેટલી થાય છે, એમ પોલીસે જણાવ્યું હતું. આરોપીઓ લાંબા સમયથી ડ્રગ્સની દાણચોરી કરતા હતા એવું જણાયું છે. તેમના આકાઓ કોણ છે, તેઓ અન્ય કોને કોને આ જથ્થો પૂરો પાડતા તે અંગે ઊંડાણથી તપાસ ચાલી રહી છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.