• Gujarati News
  • 2273 Anti Corruption Department Case Pending In Court

ભ્રષ્ટાચાર વિરોધી વિભાગના ૨૨૭૩ કેસ અદાલતમાં પેન્ડિંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-સુનાવણીમાં વિલંબથી ફરિયાદીનો ફરિયાદમાંથી રસ ઊડી જાય છે
-ચકાસણી અધિકારીની ક્રીમ પોસ્ટિંગ પર બદલી થતાં પણ કેસ નબળો કરી દેવાય છે
ભ્રષ્ટાચાર વિરોધી વિભાગ પાસે ૨૨૭૩ ઘટનાઓના કેસ અદાલતી નિર્ણયની રાહ જોતા પડયા છે. તે પૈકીના ૧૨૧૩ કેસો તો ત્રણ વર્ષથી વધુ સમયથી રખડ્યા કરે છે. આ દોંગાઈ લાંચખોરોની કામકાજની ગતિવિધિમાં પેદા થતા અવરોધોને કારણે છે.
લાંચ સ્વીકાર્યાનો ગુનો દાખલ થયેલા આરોપીના વિરોધમાં આરોપનામું કોર્ટમાં દાખલ થયા બાદ અનેક મહિ‌નાઓ તેની સુનાવણી માટે રાહ જોવી પડે છે. વળી, કેટલીક વેળા તો સુનાવણી લંબાતી જાય છે અને તેથી ફરિયાદીનો ફરિયાદમાંથી રસ ઊડી જાય છે. લાંચખોર અધિકારી અને કર્મચારીઓ ફરિયાદી અને સાક્ષીઓને ફફડાવે છે. પરિણામે આરોપનામાની હવા જ કાઢી નાખવામાં આવે છે. સાઈડ પોસ્ટિંગ તરીકે ભ્રષ્ટાચાર વિરોધી વિભાગમાં દિવસો ''ધકેલનારા’ ચકાસણી અધિકારીની ક્રીમ પોસ્ટિંગ પર બદલી થયા બાદ તેને જૂના કેસોનું સ્મરણ રહેતું નથી.
કોર્ટ સમક્ષ તે સંબંધિત લાંચ ગુનાની યોગ્ય માહિ‌તીઓ આપી શકતા નથી. વળી, અનેક વખત તો જાણીજોઈને તે 'ભૂલી’ જાય છે. આ દાવાઓ માટેના એવિડેન્સ એકટ અને અન્ય કાયદેસર બાબતની જાણકારીનું જ્ઞાન પણ તપાસ અધિકારીને ન હોવાનું વારંવાર જાણવા મળ્યું છે. આમ થતાં કેસ નબળો થતો જાય છે.
વળી, આવા ગુનાઓમાં અનેક પુરાવાઓ તાંત્રિક હોય છે. વોઈસ રેકોડિંર્‍ગની હેશ વેલ્યુ ટેમ્પર કરવા સાથે લાંચની વિગતો પાછળ ખર્ચાયેલાં નાણાં, તેના કાગળપત્રો પણ સુરક્ષિત રાખવામાં આવતા નથી. સરકારી વકીલની ગતિવિધિ પણ શંકાસ્પદ રહે છે, વળી, પંચ પણ સરકારી જ હોય છે. તેને પણ છેવટની ઘડીએ કંઈ યાદ આવતું નથી. તેણે કરેલી નાની નાની ભૂલોને કારણે આરોપી નિર્દોષ છૂટી જાય છે, એવું એક વરિષ્ઠ અધિકારીએ માહિ‌તી આપતાં જણાવ્યું હતું. જોકે ભ્રષ્ટાચાર વિરોધી છટકામાં અટક કરાયેલા અધિકારી અનેક વેળા ચકાસણી અધિકારી કરતાં વરિષ્ઠ અને હોશિયાર હોય છે. પરિણામે આરોપી તપાસ અધિકારી પર ચઢી બેસે છે, એમ એક અધિકારીએ કહ્યું હતું.