તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈનાં ઉપનગરો માટે ૨૨૭ કરોડની જોગવાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-મુંબઈનાં ઉપનગરો માટે ૨૨૭ કરોડની જોગવાઈ
-ક્રિડા વિકાસ માટે ઉપાયો, મત્સ્ય વિકાસનાં આવશ્યક કામો વગેરેનો સમાવેશ
મુંબઈનાં ઉપનગરોમાં ખાનગી સોસાયટીઓમાં રહેનારા મધ્યમ વર્ગનાં સામાન્ય કુટુંબોને આવશ્યક નાગરિક સેવા સવલતો આપવા વિધાનસભ્ય ભંડોળમાંની રકમ વાપરવાની છૂટ આપવી એવી ભલામણ રાજ્ય સરકાર પાસે કરવાનો નિર્ણય જિલ્લા નિયોજન સમિતિની બેઠકમાં લીધો હોવાની માહિ‌તી પાલકપ્રધાન નસીમ ખાને આપી હતી.વર્ષ ૨૦૧૪-૧પ માટે મુંબઈ ઉપનગર જિલ્લા માટે રૂ. ૨૨૬ કરોડ, ૯૩ લાખનો વાર્ષિ‌ક યોજનાને માન્યતા આપવામાં આવી હતી. ઉપનગરમાં દરેક વિધાનસભા મતદારસંઘમાં રેશનિંગ કાર્યાલય શરૂ કરવાનો નિર્ણય થયો હોવાનું તેમણે સ્પ્ષ્ટ કર્યું હતું.
જિલ્લા વાર્ષિ‌ક યોજનામાંથી ગયે વર્ષે માન્ય કરવામાં આવેલા ભંડોળમાંથી મોટા ભાગનું ભંડોળ હજી ખર્ચ થયું નથી. વિવિધ વિભાગો માટે આ ભંડોળ તાત્કાલિક ખર્ચ કરવું એવો નિર્દેશ પાલક પ્રધાન ખાને આપ્યો હતો.
આગામી વર્ષના યોજનાના મુસદ્દામાં સર્વસાધારણ યોજના માટે રૂ. ૧પ૪ કરોડ ૯૨ લાખ, અનુસૂચિત જાતિની યોજનાઓ માટે રૂ. ૭૦ કરોડ ૩૦ લાખ અને આદિવાસી યોજના માટે રૂ. ૧ કરોડ ૭૧ લાખની જોગવાઈ કરવામાં આવી છે.
સંજય ગાંધી નેશનલ પાર્કમાં વિકાસકાર્યો, ડોંગરી વિસ્તારમાં સંરક્ષક ભીંતો બાંધવી, ઈસ્માઈલ યુસુફ કોલેજનો વિકાસ પર્યટન સ્થળ પર મૂળભૂત સુવિધા બાંધવી, વ્યાયામશાળાનો વિકાસ, ગ્રંથાલયને મદદરૂપ અનુદાન, સરકારી કાર્યાલયમાં સુવિધાની ઉપલબ્ધતા, ક્રિડા વિકાસ માટે ઉપાયો, મત્સ્ય વિકાસનાં આવશ્યક કામો વગેરેનો સમાવેશ છે.