તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

૨૨ વર્ષીય મોડેલની આત્મહત્યા: પ્રેમી પર શારીરિક સંબંધનો આરોપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પ્રેમીની ધરપકડની શકયતા
- દિલ્હીની રહેવાસી પલ્લવી બે વર્ષ પૂર્વે જ ફિલ્મોધ્યોગમાં કારકિર્દી બનાવવાનું સપનું લઈને મુંબઈમાં આવી હતી
જિયા ખાન કેસ તાજો જ છે ત્યાં ઓશિવરામાં રવિવારે મોડી રાત્રે એક ૨૨ વર્ષીય ઊભરતી મોડેલ અને ફિલ્મ એડિટર પલ્લવી ઝાએ આત્મહત્યા કરી હતી. આ કેસમાં પલ્લવીના પ્રેમીની ધરપકડની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પલ્લવીએ રવિવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યે ઓશિવરાની આદર્શ ચાલમાં પોતાના ઘરમાં પંખા સાથે લટકીને જીવન ટૂંકાવ્યું હતું. પંચનામા દરમિયાન પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નહોતી. આ પછી પોસ્ટમોટર્મ માટે મૃતદેહ કૂપર હોસ્પિટલમાં મોકલી દેવાયો હતો.દિલ્હીની રહેવાસી પલ્લવી બે વર્ષ પૂર્વે જ ફિલ્મોધોગમાં કારકિર્દી બનાવવાનું સપનું લઈને મુંબઈમાં આવી હતી. તે હાલમાં ફિલ્મ એડિટર તરીકે કામ કરી રહી હતી. તેણે અન્ય એક ફિલ્મ એડિટર જાનસિંહ કસાના સાથે મળીને ભાડા પર આ જગ્યા રહેવા માટે લીધી હતી. કસાના પણ દિલ્હીનો જ રહેવાસી છે.
અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...