તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈમાં ગણેશ વિસર્જન સમયે દુર્ઘટનાઓમાં 17 લોકોનાં મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: લાડકા બાપ્પાને રાજયભરમાં ઉત્સાહભેર અને ધામધૂમથી વિદાય કરતી વખતે અનંત ચતુર્દશીના દિવસે અલગ અલગ ઠેકાણે દુર્ઘટનાઓમાં 17 ભાવિકોનાં મોત નીપજ્યાં છે. પ્રચંડ ભીડ અને તળાવમાં પાણીનો અંદાજ નહીં આવવાને લીધે આ દુર્ઘટનાઓ સર્જાઈ હતી.

કુડાળ (તા. જાવળી)ના સોનગાવ ખાતે બારમા ધોરણનો વિદ્યાર્થી હેમંત પ્રદીપ વાઘ (18) ઘરગથ્થુ ગણપતિનું વિસર્જન કરવા સમયે ગુજરવાડી તળાવમાં ડૂબીને મૃત્યુ પામ્યો હતો. પુણેના વડકી ખાતે ગાયધરા તળાવમાં બે ભાઈઓ વિસર્જન વખતે ડૂબી ગયા હતા, જેમને રોહિત સંતોષ જગતાપ અને ઓમકાર સંતોષ જગતાપનો સમાવેશ થાય છે. પિંપરીમાં જગતાપ ડેરી નજીક કસ્પટે વસતિ ખાતે બે બાળકો ડૂબી ગયા હતા.

ઔંધ અગ્નિશમન કેન્દ્રના જવાનોએ મૃતદેહ શોધી કાઢ્યા હતા. આળંદીના ખેડમાં ઘરગથ્થુ ગણપતિ વિસર્જન કરવા ગયેલા અક્ષય અનિલ વર્પે (18)નું ઈંદ્રાયણી નદીમાં ડૂબીને મોત થયું હતું. દરમિયાન નાશિકના દારણા નદીમાં બાપ્પા સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં સંતુલન ગુમાવતાં કિશોર સોનાર (23)નું નદીમાં ડૂબીને મોત થયું હતું. તે માતા- પિતા સાથે ગણેશ વિસર્જન કરવા માટે ગયો હતો. આ જ રીતે નાશિકના મુંગસરે ગામ નજીક ગણેશ મરાળે નામના યુવાનનું મિત્રો સાથે વિસર્જન કરવા ગયો ત્યારે તળાવમાં ડૂબીને મોત થયું હતું.

ઔરંગાબાદના બિડકી નજીક શિવનાઈ તળાવમાં ગણપતિ વિસર્જન કરતી વખતે ત્રણ યુવાન આદર્શ કીર્તિશાઈ, સાગર તેલભાતે, રાજેશ ગાયકવાડનાં ડૂબીને મોત થયાં હતાં. આ જ રીતે ગોદાવરી નદીમાં એકનું ડૂબીને મોત થયું હતું.  દૌલતાબાદ તળાવમાં આકાશ સાઠેનું ડૂબીને મોત થયું હતું. બીડમાં માજલગાવ તાલુકાના ઉમરી સ્થિત સરસ્વતી નદીમાં પાંડુરંગ મહાદેવ ઘાયતિડકનું ડૂબીને મોત થયું હતું, જ્યારે જળગાવમાં સાગર ધનગર અને યોગેશ ધનગરનું ડૂબીને મોત થયું હતું. જામનેર તાલુકામાં શેંદુર્ણી ખાતે આ ઘટના બની હતી.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, બંદોબસ્ત પરના પોલીસનું મૃત્યુ....
અન્ય સમાચારો પણ છે...