• Gujarati News
  • 12 yr old Kidnapped For 50 Lakh Ransom Murdered At Kalyan

50 લાખ રૂપિયાની ખંડણી માટે 12 વર્ષનાં છોકરાનું અપહરણ, પછી હત્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ. 50 લાખ રૂપિયાની ખંડણી માટે કલ્યાણનાં ગુચૈત પરિવારનાં 12 વર્ષનાં પુત્ર રોહિતનું 17 એપ્રિલે અપહરણ કરાયું હતું. ત્યારબાદ તેનો પરિવાર પોતાનાં પુત્ર માટે પ્રાથના કરી રહ્યો હતો. પણ રવિવારે જ્યારે પોલીસે પરિવારને જાણ કરી કે તેમનાં પુત્રને મારી નાઁખવામાં આવ્યો છે ત્યારે પરિવારનાં લોકોને જબરદસ્ત આઘાત લાગ્યો હતો.
ગુનામાં સંડોવાયાલો મુખ્ય આરોપી પોતાનો ગુનો કબૂલી પોલીસને ઘટના સ્થળે લઇ ગયો હતો. પોલીસને તે જગ્યાએ રોહિતની ક્ષત વિક્ષત કરાયેલી લાશ કલ્યાણમાં એપીએમસી માર્કેટની ગટર પાસે ટૂકડા કરેલી હાલતમાં મળી આવી હતી. 21 એપ્રિલનાં રોજ પોલીસને બીજી એક જગ્યાએથી છોકરાનાં કાપેલા પગ મળી આવ્યા હતા, પણ તાત્કાલિક રીતે એ જાણી શકાયું નહતું કે તે કોનાં શરીરનાં ભાગ છે. આમ છતાં પરિવારને ખંડણી માટેનાં ફોન આવતા હતા.
રોહન ગુચૈતનું 17 એપ્રિલનાં રોજ સુંદરનગરથી અપહરણ કરવામાં આવ્યું હતું. મુખ્ય આરોપી ઇશાક સૌયદ શેખે રોહનનાં પિતા ઉત્તમનાં સોનાનાં દાગીનાનાં વર્કશોપનો ઇલેક્ટ્રીકલ કામને લગતો કોન્ટ્રાક્ટ લીધો હતો, જ્યાં તે રોહનને મળ્યો હતો અને તેનો મિત્ર બની ગયો હતો.
પોલીસનાં જણાવ્યા અનુસાર શેખ અને તેનાં ચાર સાગરિતોએ ઝડપથી પૈસા બનાવવા માટે અપહરણનો પ્લાન બનાવ્યો હતો. શેખ રોહનને મળવા તેનાં હાઉસિંગ કોમ્પલેક્સમાં આવ્યો હતો અને તેને કહ્યું હતું કે તેના પિતા તેને વર્કશોપમાં બોલાવે છે. તે રોહનને પોતાની બાઇક પર બેઇલ બજાર રોડ તરફ લઇ જતો હતો, પણ રોહને રસ્તા વિશે જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે શેખ તેને એક સ્પોર્ટસની દુકાને લઇ ગયો હતો અને એક બેટ અપાવ્યું હતું. તેઓ જ્યારે દુકાનની બહાર નીકળ્યા ત્યારે શેખનાં સાગરિતોએ રોહનને એક મારૂતિ કારમાં ખેંચી લીધો હતો અને ત્યાંથી ભાગી ગયા હતા.
શેખ અને તેનાં સાગરિતો રોહનને સર્વોદય પાર્ક પાસેનાં એક ફ્લેટમાં લઇ ગયા હતા. ખંડણી માટેનો પહેલો કોલ પીસીઓ પરથી કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ઉત્તમે પોલીસને જાણ કરતા તેની શોધ શરૂ કરવામાં આવી હતી. બીજો ફોન પણ પીસીઓ પરથી 18 એપ્રિલે કરવામાં આવ્યો હતો, જ્યારે અપહરણકર્તાઓએ 50 લાખ રૂપિયાની ખંડણીની માગ કરી હતી.
તે જ દિવસે શેખ ગુચૈતનાં નિવાસ સ્થાને ગયો હતો અને પોલીસની શોધખોળ વિશે તેને ખબર પડી હતી. પોતાનાં અડ્ડા પર પાછા આવીને તેણે સાગરિતોને આ અંગેની જાણ કરતા તેઓ ડરી ગયા હતા. ત્યારબાદ તેમણે રોહનને ગળી દબાવી મારી નાંખ્યો હતો. રોહનનાં શરીરનાં ટૂકડા કરવા માટે ઇલેક્ટ્રીક કરવતનો ઉપયોગ કરાયો હતો. ત્યારબાદ તેમણે લાશનાં ટૂકડા એપીએમસી માર્કેટ પાસે ફેંકી દીદા હતા, તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
19 એપ્રિલે શેખ ફરી રોહનનાં ઘરે ગયો હતો અને પરિસ્થિતિનો ચિત્તાર મેળવ્યો હતો તેમજ ઉત્તમને ખંડણી માટેનો ફોન કર્યો હતો. બે દિવસ પછી છોકરાનાં કાપેલા પગ ફૂલ બજારમાંથી મળી આવ્યા હતા, પણ તે જ દિવસે ઉત્તમને અપહરણકર્તાઓનો બીજો એક ફોન આવ્યો હતો,જેમાં તેમને કહેવાયું હતું કે પૈસા ક્યાં મોકલવાનાં છે તે તેમને કહેવામાં આવશે.
પોલીસે ત્યારબાદ ફરી રોહનનાં ઘરેથી બધી જગ્યાએ તપાસ શરૂ કરી હતી. પહેલું પગેરું ત્યારે મળ્યું જ્યારે મોહિન્દર સિંઘ કબલ સિંઘ કોલેજનાં સીસીટીવી કેમેરામાં શેખ તેનાં બાઇક પર રોહનને બેસાડીને લઇ જતો દેખાયો હતો. તેણે હેલ્મેટ પહેરેલું હોવાથી તેની ઓળખ સાબિત થઇ શકી નહતી.
પોલીસ ત્યારબાદ સ્પોર્ટસની દુકાને પહોંચી હતી, જેના કર્મચારીએ શેખ અને રોહનની ઓળખ કરીને વધુ વિગતો જણાવી હતી. નજીકનાં બીજા એક દુકાનદારે આરોપીની વિગતો પૂરી પાડી હતી, જ્યારે તે રોહનને મારૂતિમાં લઇ ગયો હતો. પોલીસે શકમંદનાં સ્કેચ જારી કર્યા હતા, જેની મદદથી ઉત્તમે 25 એપ્રિલનાં રોજ શેખની ઓળખ કરી હતી.
કલ્યાણનાં ડીસીપી સંજય જાધવે જણાવ્યું હતું કે ત્યારબાદ આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને 26 એપ્રિલે મોડી રાત્રે બેઇલ બાઝારમાંથી શેખને પકડી પાડવામાં આવ્યો હતો. તેણે પોતાનો ગૂનો કબૂલ્યો હતો, જેના પગલે રોહનનાં અન્ય શારીરિક અંગો પણ મળી આવ્યા હતા. શેખ અને તેનાં અન્ય સાગરિતોને 7 મે સુધી પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર રાખવામાં આવ્યા છે. લાશને પોસ્ટ મોર્ટમ માટે જે જે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.