11 લાખના હીરા લઈ બે દલાલ ગાયબ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓપેરા હાઉસમાં આવેલા પંચરત્ન બિલ્ડીંગમાં ઓફિસમાં ઓફિસ ધરાવતા હીરા બજારના એક વેપારીને તેમના જ ઓળખીતા બે દલાલો છેતરીને તેમના લગભગ અગિયાર લાખ રૂપિયાની હીરા લઈને ભાગી છૂટ્યા હોવાની ફરિયાદ ડી.બી.માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ડી.બી માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ વિલે પાર્લે (વેસ્ટ)માં રેહતા 59 વર્ષના હીરાના વેપારી અમિત મણિયારની ઓપેરા હાઉસમાં પંચ રત્ન બિલ્ડીંગમાં કરણ જેમ્સ નામની ઓફિસ છે જેમાં હીરાનું કામ થાય છે. તેમની પાસે અમુક હીરા આવ્યા હતા. જે વેચવાના હતા. એ દરમ્યાન ગયા વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી તેમની ઓફિસમાં તેમના જ જાણીતા દલાલ 50 વર્ષનો રમેશ અને પરાગ હીરાલાલ મેહતા આવ્યા હતા. હીરાનો સોદો કરાવી આપવાની વાત મૂકી હતી. લગભગ અઠવાડીયા સુધી રોજ અમિત મણિયાર ઓફિસમાં તેઓ આવતા હતા. હીરાના ખરીદદાર મળ્યા હોય તેમને હીરા બતાવવા છે એમ કહીને બંને દલાલો લગભગ 49.40 કેરેટ વજનના 10,99,685 રૂપિયાની કિમતના હીરા લઈ ગયા હતા.