માનગાવમાં ૧૦૮ ફૂટ ઊંચું ભવ્ય જિનાલય બનશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રના કોંકણ પ્રાંતમાં મુંબઈ- ગોવા માર્ગ સ્થિત માનગાવ પાસે ૧૮ એકરમાં ૧૦૮ ફૂટ ઊંચું ભવ્ય જિનાલય નિર્માણ પામવાનું છે. તેને શ્રી પાર્શ્વપુરમ તીર્થ (જૈન નોલેજ સિટી) નામ અપાયું છે, એમ પ.પૂ. આ. શ્રી સાગરચંદ્રસાગર સૂરીશ્વર મ.સા.એ જણાવ્યું હતું.
ગ્રીન પથ્થરથી બનનારા આ ૧૦૮ ફૂટ ઊંચા જિનાલયમાં જૈનોનાં ૧૦૮ તીર્થોની સુંદર કલાત્મક પ્રતિકૃતિ હશે. આ જિનાલયમાં પ૪ બાય પ૪નો વિશાળ રંગમંડપ પણ હશે, જેની પર ૨૭ ફૂટ ઊંચી ઊભી અવસ્થામાં પાર્શ્વનાથ પરમાત્મા બિરાજમાન કરાશે. આ વિશાળ અને દિવ્ય- ભવ્ય જિનાલયનો આકાર સંપૂર્ણ ખુલ્લો રહેશે અને સાતમુખી શેષનાગનો હશે. આચાર્ય સાગરચંદ્રસાગર સૂરીશ્વર મ.સા. અનુસાર આ જિનાલયમાં સુંદર ધર્મશાળા, ભોજનાલય અને ઉપાશ્રય વગેરે હશે.
જ્યોતિષ શાસ્ત્રમાં કાલસર્પ- પિતૃદોષ સહિ‌ત કુલ ૧૧ દોષનો ઉલ્લેખ છે. આ સર્વ દોષોના જૈન ગ્રંથોના આધારે નિવારણ માટે શક્તિપીઠ બનાવવામાં આવશે, જેમાં મંત્રશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રના આધાર પર દોષ નિવારણ કરાશે. આ સાથે અહીં એક જૈન નોલેજ સિટી પણ નિર્માણ કરાશે, જેમાં સ્કૂલ- કોલેજ તથા ગુરુકુલ હશે. આમાં જૈનોનાં સર્વ તીર્થોની માહિ‌તી ડીવીડી અને સીડીના રૂપમાં કોમ્પ્યુટર મારફત અપાશે. આમાં જૈનો સાથે સંબંધિત ૭૦૦થી વધુ વિષયોનો સમાવેશ હશે.