વિધાન પરિષદની નવ બેઠક માટે ૧૦ ઉમેદવાર : ૨૦મીએ ચૂંટણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ચારેય મુખ્ય પક્ષોને તેમના ઉમેદવાર જીતાડવા માટે બહારના મતોની જરૂર પડશે
-કોંગ્રેસ-એનસીપી પણ ત્રીજા ઉમેદવાર માટે અપક્ષ વિધાનસભ્યો પર નર્ભિર

વિધાન પરિષદની નવ બેઠકો માટે થનારી ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપીએ પ્રત્યેકી ત્રણ અને શિવસેના- ભાજપે પ્રત્યેકી બે ઉમેદવાર એમ દસ ઉમેદવાર મેદાનમાં ઉતારવાથી આ ચૂંટણીમાં ભારે રસાકસી થવાની સંભાવના છે. આ ચારેય મુખ્ય પક્ષોને તેમના ઉમેદવાર જિતાડી લાવવા માટે બહારના મતોની જરૂર પડવાની છે. ઉમેદવારી અરજી પાછળ લેવાના છેલ્લા દિવસ સુધી જો એક ઉમેદવાર પીછેહઠ કરે તો ચૂંટણી બિનવિરોધ કરવા માટે પ્રયાસ થઈ શકે છે.

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ૨૦ માર્ચે વિધાન પરિષદની નવ બેઠક માટે ચૂંટણી થઈ રહી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી વિધાન પરિષદના સભાપતિ શિવાજીરાવ દેશમુખ, ચંદ્રકાંત રઘુવંશી, હરિભાઉ રાઠોડ, એનસીપીએ હેમંત ટકલે, આનંદ ઠાકુર અને કિરણ પાવસકરે ઉમેદવારી અરજી ભરી છે. ભાજપ તરફથી વિરોધી પક્ષ નેતા વિનોદ તાવડે અને પાંડુરંગ ફુંડકર જ્યારે શિવસેનામાંથી નીલમ ગોરહે અને રાહુલ નાર્વેકર એમ ૧૦ જણે ઉમેદવારી અરજી ભરી છે.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...